HomeGujaratDevotees Thronged For Darshan : સિઘ્ઘનાથ મહાદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા,...

Devotees Thronged For Darshan : સિઘ્ઘનાથ મહાદેવ મંદિરે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા, હરહર મહાદેવના નાદથી મંદીર ગુંજી ઉઠ્યું – India News Gujarat

Date:

Devotees Thronged For Darshan : શિવાલયોમાં ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી. સિઘ્ઘ્નાથ મહાદેવ મંદિરે 21 ફૂટની ધજારોહણ કરતાં ભક્તો.

ઠેરઠેર શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના

વાત કરીએ ઓલપાડની દેવાધિદેવ મહાદેવના આરાધનાના પર્વ મહાશિવરાત્રિને લઈ ભક્તોએ આજે ઉત્સાહપૂર્વક જિલ્લામાં ઉજવણી કરવામા આવી હતી ત્યારે ઓલપાડ તાલુકામાં પણ ઠેરઠેર શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી અને ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.

ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

સરસ ગામ ખાતે આવેલ ઐતિહાસક એવા સિઘ્ઘનાથ મહાદેવ મંદિરે શિવભક્તો માટે શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક બન્યું છે શિવરાત્રીના દિવસે સવારથી જ ઓલપાડ તાલુકા માંથી તેમજ સુરત સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હરહર મહાદેવ અને ભમભમ બોલેના નાદથી મંદીર ગુંજી ઉઠ્યુ હતું.. પરંપરાગત અને આનંદ ઉલ્લાસ સાથે આસ્થાપૂર્વક ઉજવણી કરી ભોળાનાથને રીઝવવા માટે દુધ ગંગાજળના અભિષેક અને બિલ્લવપત્ર ચઢાવવામાં આવી હતી.

Devotees Thronged For Darshan : 21 ફૂટની ધ્વજારોહણ કર્યું હતું

આજે શિવરાત્રિનો પર્વ હોય જીલ્લાના શિવાલયોમાં શિવની આરધના કરવા માટે ભક્તો ભક્તિમય બની જાય છે ત્યારે આજે ભરૂચ જીલ્લા નજીક આવેલ ખર્ચીગામના કેટલાક ભક્તો પદયાત્રા કરીને સિઘ્ઘ્નાથ મહાદેવ મંદિરે આવ્યા હતા આ અંગે અમરજીતસિંહ વાસંદિયાએ જણાવ્યુ હતું કે અમે ખર્ચીગામેથી ધ્વજાલઈ નિકર્યા હતા અને અમારી સાથે અન્ય ભકતો પદયાત્રીમાં જોડાયા હતા અને 105 જેટલા કિલોમીટરનું અંતર કાપી આ સરસગામે આવેલ ઐતિહાસિક સિઘ્ઘ્નાથ મંદિરે પહોચી શિવજીના શિવલિંગના દર્શન કરી 21 ફૂટની ધ્વજારોહણ કર્યું હતું તેમણે વધુમાં જણાવ્યુ હતું કે છેલ્લા 33 વર્ષથી અમે અહી પદયાત્રા કરી આવીએ છે.

તમે આ પણ વાંચી સકો છો :

જાણો કોણ છે PM MODIના કાશ્મીરી મિત્ર નાઝીમ, જેની સાથે પીએમ મોદીએ ક્લિક કરી સેલ્ફી

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Elections: અખિલેશે BSP સાથે ગઠબંધનની શક્યતા નકારી કાઢી, જાણો શું કહ્યું


SHARE

Related stories

Latest stories