Yatra To Visit Gandhi Ashram : 4 દિવસમાં 7 જિલ્લામાં 400 કિલોમીટર ફરશે યાત્રા રસ્તે આવતા તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત પણ કરશે.
400 કિલોમીટર જેટલું અંતર કાપશે
ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદરથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં ચાર દિવસમાં 400 કિલોમીટર જેટલું અંતર કાપશે. ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે.
70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન
‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધી કંબોઈધામ, પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસીક. અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે. દરમિયાન 6 પબ્લીક મીટિંગ, 27 કોર્નર મીટિંગ, 70થી વધુ સ્વાગત સ્થળો. તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન રાખેલ છે. દેશના લાખો લોકો બેરોજગારીના સંકટથી ઘેરાયેલો છે. દેશમાં પી.એચડી અને માસ્ટર ડીગ્રી ધરાવાતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં આવેદન કરી રહ્યા છે. બેરોજગાર યુવાન, દેવામાં તળે દબાતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે. આર્થિક ન્યાય, ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઇ રહી છે. પ્રધાનમંત્રી પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપતિ આપી રહ્યા છે.
Yatra To Visit Gandhi Ashram : 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો
પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈષધ દેસાઈએ જણાવ્યું કે, રાહુલ ગાંધી દ્વારા જે યાત્રા કાઢવામાં આવી છે તેને ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી છે. 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો. વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ બારડોલી ખાતેના આશ્રમમાં રહ્યા હતા. વર્ષ 1936 અને 1941 સુધી મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમમાં રોકાતા હતા.તેમણે વધુમાં કહ્યું કે,, કોંગ્રેસની ઓળખ એવા બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ યોજાશે. અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે તેનો ખૂબ જ દુઃખ છે. જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને રંગા બિરલા કરીને સંબોધતા હતા. તેઓ આજે ચાપલૂસી કરી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :