Folklore Dance Festival: ઇન્ટરનેશનલ ફોક્લોર ડાન્સ ફેસ્ટિવલ 2 2024 નું આયોજન આ વખતે સુરત શહેરમાં કરવામાં આવ્યું છે. તાલ ગ્રુપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લોકોએ ભાગ લીધો છે. આ ફેસ્ટિવલના કાર્યક્રમો સુરતીયો વિનામૂલ્યે નિહાળી શકે છે. જ્યારે સુરતમાં આ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સુરત માટે આ એક સૌથી મોટી ગૌરવની વાત કહી શકાય.
Folklore Dance Festival: સુરતીયો વિનામૂલ્યે પર્ફોમન્સ નિહાળી શકે
સુરત શહેરમાં તાલ ગ્રુપ દ્વારા ઇન્ટરનેશનલ ફોક્લોર ડાન્સ ફેસ્ટિવલ 2 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. તાલ ગ્રુપ સાથે સી.આઇ.ઓ.એફ.એફ ઇન્ડિયા, ચારુ કેસ્ટલ ફાઉન્ડેશન, ક્રાફટરૂટ્સ, વસ્તરા અને સુરત મહાનગર પાલિકા પણ જોડાયું છે. આ ફેસ્ટિવલ માં રોમાનિયા, પોલેન્ડ, શ્રીલંકા, થાઇલેંડ અને ભારત મળી કુલ પાંચ દેશોના લોકો ભાગ લઈ રહ્યા છે. સુરત શહેરમાં 8 માર્ચ થી ૧૧ માર્ચ સુધી આ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિનામૂલ્યે સુરતીજનો કાર્યક્રમને નિહાળી શકે છે. બીજી તરફ તાલ ગ્રુપની વાત કરવામાં આવે તો તાલ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. તાલ ગ્રુપ દ્વારા ભારતની બહાર પણ અનેક જગ્યાએ પોતાનું પર્ફોર્મન્સ કરી બતાવ્યું છે. તાલ ગ્રુપ જે આયોજન કરવા જઈ રહ્યો છે તેનાથી અન્ય દેશની સંસ્કૃતિ પણ સુરતીજનો નિહાળી શકશે. ત્યારે સુરતી જનો ને આ લહાવો માણવા નું આનંદ અલગ જ આવશે.
8 માર્ચ ના રોજ સાયન્સ સેન્ટર ખાતેથી આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારબાદ નવ માર્ચના રોજ અમદાવાદ ખાતે પણ આયોજન રાખવામાં આવ્યું છે. જ્યારે 10 માર્ચના રોજ અન્ય દેશોના આવેલા કલાકારોને દાંડી મુલાકાત માટે પણ લઈ જવાશે અને ત્યારબાદ 11 માર્ચના સુરતના યુનિવર્સિટી ખાતે રંગમંચનું આયોજન કરવામાં આવ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT