HomeGujaratPolice Tortured For Extortion : 50 હજાર રૂપિયાની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર...

Police Tortured For Extortion : 50 હજાર રૂપિયાની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કર્યો, ટૉર્ચર કરતાં પાલના આધેડે ફાંસો ખાઇ લીધો – India News Gujarat

Date:

Police Tortured For Extortion : સ્યુસાઈડ નોટમાં પોલીસ પર ટૉર્ચર કરવાના આરોપ. વેડ રોડ પાસેની ચોકીના PSI આહીર ટોર્ચર સર્વનો આરોપ પોલીસ હવે વસૂલી ભાઈની ભૂમિકામાં.

50 હજાર ઉછીના લીધા હતા

પાલ રોડ ખાતે રહેતા આધેડે રૂપિયા 50 હજારની ઉઘરાણી માટે પોલીસે ટોર્ચર કરતા ટેન્શનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આધેડે પરિચીત વ્યક્તિ પાસેથી 50 હજાર ઉછીના લીધા હતા. જે પરત આપવા માટે પીએસઆઈ એ.એ.આહીર દ્વારા ત્રણ દિવસથી ટોર્ચર કરવામાં આવતા હોવાનો આધેડે સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

કિશોરભાઈ મનસુખભાઈ ગોહીલ સુથારી કામ કરી ગુજરાન ચલાવતા હતા. બુધવારે રાત્રે તેમણે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમનો પુત્ર અને પુત્રી નોકરી પર ગયા હતા અને તેઓ તેમની પત્નીને પિયરમાં મુકી આવ્યા હતા. ત્યાર બાદ તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમનો પુત્ર ઘરે આવતા કિશોરભાઈએ આપઘાત કરી લીધો હોવાની જાણ થઈ હતી. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. કિશોરભાઈએ આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે પોલીસ સબ ઈન્સપેક્ટર એ.એ. આહીર દ્વારા તેમને 50 હજારની ઉઘરાણી માટે ટોર્ચર કરવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. વિનયભાઈ નામની ઓળખીતા વ્યક્તિ પાસેથી 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જે રૂપિયા પરત મેળવવા માટે વિનય નામની વ્યક્તિએ પોલીસની મદદથી ટોર્ચર કરતા કિશોરભાઈ ગોહિલે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

Police Tortured For Extortion : છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટોચર કરે છે જેનું નામ છે એ.એ. આહીર

મૃતકે પોતાની અંતિમ નોંધમાં લખ્યું હતું કે, પ્રિય લતા, મયુર, ક્રિષ્ના હું તમને છોડીને જાવ છુ. તો મને માફ કરી દેજો કારણ કે મને ટેન્શન એટલુ વધી ગયું છે કે અને એક પોલીસ ઈન્સપેક્ટર- વેડરોડ હરીઓમ મિલ પાસે પોલીસ ચોકી કોલ કરીને મને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ટોચર કરે છે જેનું નામ છે એ.એ. આહીર લેન્ડ લાઈન નંબર છે 0261 2462570. દરેક સગા સંબંધીને મારા સાદર પ્રણામ મારાથી ભુલચુક થઈ હોય તો મને માફ કરી દેજો. મે વિનયભાઈ પાસેથી 50000 રૂ. લિધા હતા તેમણે પોલીસને કહ્યું હતું તે મને ટોચર કરતા હતા. જે પીએસઆઈ મારી લાશની તહેકીકાત કરે તેમને જણાવવાનું કે બીજા કોઈને આ રીતે ટોચર ના કરી મજબુરીનો લાભ ન ઉઠાવે.

તમે આ પણ વાંચી સકો છો :

India-Maldives Relations: માલદીવનો ભારત સાથે વધુ એક વિવાદ, ચીની સંશોધન જહાજ નીકળતાની સાથે જ આ કાર્યવાહી થઈ

તમે આ પણ વાંચી સકો છો :

ACB TRAP : વધુ 2 તોડબાજ એ.સી.બી ના સકંજામાં 

SHARE

Related stories

Latest stories