HomeElection 24Sankalp Patra 2024: દેશના 37 પ્રદેશોમાં વિકસિત ભારત અભિયાનની રાષ્ટ્રીય સ્તરે શરૂઆત...

Sankalp Patra 2024: દેશના 37 પ્રદેશોમાં વિકસિત ભારત અભિયાનની રાષ્ટ્રીય સ્તરે શરૂઆત કરાઈ – INDIA NEWS GUJARAT

Date:

Sankalp Patra 2024: વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટે સુરત ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમને સંકલ્પ પત્ર 2024 વિકસિત ભારત અભિયાન લોન્ચિંગ કર્યું અને સાથે જ દેશમાં થયેલા વિકાસ કાર્યો અને મોદીની ગેરંટી બાબતે પણ વાતચીત કરી.

મોદી સરકાર એટલે ભારતના નાગરિકોની સરકાર

વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચિંગ માટેની રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. સાથે જ મોદી કી ગેરેન્ટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું. આ અંગે જાણકારી આપવા માટે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 અને મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું. જિલ્લા અને મહાનગરોમાં આજે ભાજપ દ્વારા પ્રેસ કોંફરન્સનું આયોજન કરાયું હતું. સુરતમાં હર્ષ સંઘવીની પ્રેસ કોંફરન્સ યોજાય હતી. હર્ષ સંઘવએ પ્રેસ કોંફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 લોન્ચ કરાયું છે. છેલ્લા 10 વર્ષમાં જમ્મુથી લઈને કન્યા કુમારી સુધી અનેક વિકાસના કર્યો લોકો સુધી પહોંચ્યા છે. તમામ લોકો માટે અદભૂત વિકાસના કાર્યો પીએમ મોદીની ભાજપ સરકાર દ્વારા કરાયા છે.

Sankalp Patra 2024: સૂચક બોક્સની સાથે બે રથ પણ તૈયાર કરાયા

તેમને વધુમાં જણાવ્યું હતું કે, દેશના લોકોની સરકાર એટલે મોદી સરકાર છે. દેશના લોકોના સૂચનો એકત્ર કરવા આ અભિયાનની શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગર ખાતે પ્રેસ વાર્તા અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે આજે સુરતમાં આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ભાજપના તમામ કાર્યકર્તા તમામ બૂથમાં ઘરે ઘરે જઇ, કોલેજોમાં તેમજ સામાજિક કાર્યક્રમોમાં જઈને લોકોના સૂચનો ભેગા કરાશે. ત્યારબાદ આ સુચનોને રાજ્યકક્ષા પર મોકલાશે અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ સૂચનો મોકલાશે. લોકસભા દીઠ બે LED રથ તૈયાર કરાયા છે અને નાની નાની બેઠકો કરીને લોકોના સૂચનો લેવાશે. ડોકટર, CAથી લઈને સૈનિક સુધીના લોકોને આ અભિયાન માં જોડાયા છે.

નંબર પર મિસ કાલ કરી સૂચન આપી શકશો

તેમને વધુમાં જણાવ્યું હતું કે, સૂચન એકઠા કરવા માટે ડિજિટલ માધ્યમોનો વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવશે. મોદી સરકાર દ્વારા ટેકનોલોજીનો ખૂબ જ વધારે ઉપયોગ કરાયો છે. લોકો આ નંબર 9090902024 પર મિસકોલ કરી સૂચનો આપી શકશે. મોદીની ગેરંટી એક એવો શબ્દ છે કે એ જે વાયદો છે કે તે પૂરો થશે તેવો લોકોને વિશ્વાસ છે. દેશમાં મહિલાઓને હેલ્થ ગેરંટી આપવામાં આવી.

દેશના કરોડો લોકો આયુષ્યમાન ભારત કાર્ડથી આરોગ્યની ચિંતાઓથી મુક્ત થયા. ઉજવલ્લા યોજનાઓથી ગેસના સિલિન્ડર બહેનોને મળ્યા છે. આઝાદી બાદ જે સુવિધા મહિલાઓને મળવી જોઈએ તે સુવિધા આઝાદીના 65 વર્ષ પછી મળી છે. નારી શક્તિને વંદન કરવાના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતની મહિલાએ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ઉપરાંત “મેં હું મોદી કા પરિવાર” ના નારા જોરશોરથી કાર્યક્રમમાં લાગ્યા હતા. દેશના લોકોના અભિપ્રાય લઈને સંકલ્પ બનાવવાનો કાર્યક્રમ જે થયો છે તેમાં લોકો પોતાનો સહકાર અને અભિપ્રાય આપજો તેવી લોકોને અપીલ છે.

તમે આ પણ વાંચી શકો છો:

Tanya Singh Case Update : IPL ક્રિકેટરની પોલીસ દ્વારા 4 કલાક પૂછપરછ, તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં ક્રિકેટરની પૂછપરછ – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories