મંદિરમાં માથું ટેકી ને શરુ કર્યો ચુંટણી પ્રચાર
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દિવ ની બેઠક થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહી હતી કેમકે આ બેઠક ઉપરથી કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડરા ચુંટણી લડી શકે છે એવું નિવેદન દમણ દિવ પ્રદેશ પ્રમુખ કેતન પટેલ એ આપ્યું હતું.આ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો અને આ વાત ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી.
લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશમાં દમણમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે.ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં જ દમણ દીવ બેઠક પર ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ફરી રિપીટ કર્યા છે. આજથી જ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.ચૂંટણી પ્રચાર શરૂ કરતાં પહેલાં લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓ એ મંદિર મંદિર ફરી અને દેવી દેવતાઓ ના દર્શન કર્યા હતા.સૌપ્રથમ દમણના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથ ના દર્શન અને પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે દમણ દીવ અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉપસ્થિત રહ્યા હતા.મહત્વપૂર્ણ છે કે લાલુભાઈ પટેલ દમણ દીવ લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે.આ અગાઉ તેઓ વર્ષ 2009,2014 અને 2019 માં પણ જંગી લીડ થી જીતી અને દમણ દીવ નું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે.અને હવે સતત ચોથી વખત પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતા આજથી તેઓએ ભગવાન અને માતાજીના આશીર્વાદ લઈ પ્રચાર શરૂ કર્યો હતો.પ્રચારના આરંભ કરતા લાલભાઈ પટેલ એ દમણ દીવ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ભાજપનો ભગવો લહેરાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.વીતેલા વર્ષોમાં કરેલા વિકાસના કામોને લઈ ભાજપ લોકો વચ્ચે જશે.આ વખતે ભાજપ ચૂંટણી જીતવા કરતા લોકોના દિલ જીતવા નીકળ્યા હોવાનો જણાવ્યું હતું.