Nari To Narayani: સુરત મહાનગર પાલિકા દ્વારા સચિન ખાતે મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિ વંદનાનો કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ મહિલા મંડળો દ્વારા પોતાના દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ ચીજ વસ્તુના સ્ટોલ પણ લગાવાયા હતા.
Nari To Narayani: વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાનું સન્માન
“નારી તું નારાયણી ” આ લાઈનને સાર્થક કરતા મહિલાઓનું સન્માન કરવું પણ જરૂરી બને છે. તેના અનુલક્ષીને સુરત મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર 30 માં મહિલા દિવસ અનુલક્ષીને “નારી શક્તિ વંદના” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતુ. વિવિધ ક્ષત્રોમાં જે મહિલાઓએ ભાગ લઈ પુરુષોની સાથે ખભેથી ખભો મળવી પોતનું નામ ઊંચું કર્યું છે. તેવી મહિલાઓને આજરોજ સન્મનીત કરવામાં આવ્યા હતા. તેમજ સરકાર દ્વારા મહિલાઓ માટે અનેક ક્ષેત્રે આગળ વધવા માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તે યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
તેમજ કાર્યક્ર્મ ગ્રાઉન્ડમાં મહિલાઓ દ્વારા ગૃહ ઉધોગ તેમજ અન્ય વસ્તુઓના સ્ટોલ લગવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યંમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેચ્યુંલ રીતે જોડ્યા હતા. કાર્યક્ર્મમાં હજારોની સંખ્યામાં મહિલાઓ જોડ્યા હતા. સ્થાનિક આગેવાનો સામજિક કાર્યકર્તાઓ એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ પણ કાર્યક્ર્મમાં હાજરી આપી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન સખી મંડળના વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા અને સહાય જૂથોની બહેનોના પ્રતિભાવો દ્વારા અન્ય બહેનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ આગેવાનો સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT