HomeSurat NewsSuicide Case Followup: સાસરિયાં વિરુદ્ધ દહેજ ઉત્પીડન અંગે મહિલાના ભાઈની ફરિયાદ -...

Suicide Case Followup: સાસરિયાં વિરુદ્ધ દહેજ ઉત્પીડન અંગે મહિલાના ભાઈની ફરિયાદ – INDIA NEWS GUJARAT

Date:

Suicide Case Followup: સુરતના પાલ વિસ્તારમાં 25 ફેબ્રુઆરીના રોજ પરિણીતા દ્વારા નવમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા સાસરીયા પક્ષ વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે મૃતક પરિણીતાના ભાઈ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી આ કાર્યવાહી કરી છે.

પોલીસ સાસુ સસરા નણંદ અને પતિની ધડપકડ કરી

25મી ફેબ્રુઆરીના રોજ પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના નવમા માળેથી વર્ષાબેન પંજવાણી નામની પરણીતાએ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. સુરતના રેડીમેડ કાપડની દુકાન ધરાવતા શ્યામ ઉર્ફે લખન પંજવાની જોડે વર્ષ 2015 માં લગ્ન થયા હતા. કરિયાવરમાં તે સોનાના ઘરેણા પણ લાવી હતી. પરંતુ કરિયાવરમાં પિયર પક્ષેથી ખૂબ જ ઓછું સોનુ લાવી હોવાના મહેના ટોણા સાસુ કમલાબેન દ્વારા અવારનવાર મારવામાં આવતા હતા. એટલું જ નહીં પરંતુ માનસિક ત્રાસ આપી પતિ અને સાસુ દ્વારા મારઝુડ કરવામાં આવતી હતી. પરંતુ તેણીની નણંદ નીલમ મહિડા પણ પોતાની સાસરીમાં ઝઘડો કરી પોતાની માતાને ત્યાં આવી ગઈ હતી. જ્યાં વર્ષાબેન જોડે ઝઘડો કરી તેણી પણ મારઝૂડ કરી મહેણાં-ટોના મારતી હતી.

Suicide Case Followup: નવમા માળેથી પડતું મૂકીને કરી હતી આત્મહત્યા

પાંચ વર્ષ અગાઉ પુત્રને જન્મ આપ્યા બાદ અવારનવાર આવતા પ્રસંગો દરમિયાન સાસરીયા પક્ષ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જે તમામ માનસિક ત્રાસથી કંટાળેલી વર્ષા પંજવાણીએ વર્ષગાંઠના બીજા દિવસે જ નવમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું.

વર્ષાબેનના આપઘાતના પગલે તેણીના ભાઈ વિષ્ણુ ખલાસીએ આ મામલે પાલ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે પાલ પોલીસ દ્વારા ગુનો નોંધી સાસુ, સસરા, નણંદ અને પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તમે આ પણ વાંચી શકો છો:

Tanya Singh Case Update : IPL ક્રિકેટરની પોલીસ દ્વારા 4 કલાક પૂછપરછ, તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં ક્રિકેટરની પૂછપરછ – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

WINTER HEALTH : જાણો શિયાળામાં થતા આ ખતરનાક રોગોના ઉપાય

INDIA NEWS GUJARAT : જેમ જેમ શિયાળાની ઋતુ નજીક...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories