HomeGujarat"NO DRUGS IN SURAT CITY" : અભિયાન 512 ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ...

“NO DRUGS IN SURAT CITY” : અભિયાન 512 ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું – India News Gujarat

Date:

“NO DRUGS IN SURAT CITY” : 51 લાખના ડ્રગ્સ સાથે ત્રણની ધડપકડ કરતી પોલીસ. ગેરકાયદેસર NDPS એકટ હેઠળ પોલીસે કાર્યવાહી શરૂ કરી.

૫૧૨.૨૦ ગ્રામ. જેની કિમત ૫૧,૨૨,૦૦૦/- છે

મધ્યપ્રદેશનાં અગર શહેર માંથી વરના ગાડીમાં ગેરકાયદેસર મેફેડ્રોન- એમ.ડી.ડ્રગ્સ ૫૧૨.૨૦ ગ્રામ. જેની કિમત ૫૧,૨૨,૦૦૦/- છે જે લઈને આવતા ત્રણ ઈસમોને ભાટીયા ચેક પોસ્ટ નજીકથી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

ભાટીયા ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી

સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચઢે. તથા શહેરમાં નશાયુકત માદક પદાર્થનુ વેચાણ નેસ્તનાબુદ કરવા માટે. “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા. માફીયાઓ તથા તેમની ગેંગને પકડી પાડવા અંગે સુરત શહરેમાં ગેરકાયદેસર NDPS એકટ હેઠળ. આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો કરતા ઇસમોને પકડી પાડવા પોલીસ દ્વારા અવારનવાર સખ્ત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જે અનુસંધાને ક્રાઈમબ્રાંચની ટીમ વર્ક આઉટમાં હતી. દરમ્યાન બાતમી મળેલ કે, સવારના સમયે સીલ્વર કલરની વરના ગાડીમાં ગુલામ સાબીર, મોહમદ અસ્ફાક તથા બદરૂદીન નામના ઇસમો. મધ્યપ્રદેશથી એમ.ડી.ડ્રગ્સ લઇ પલસાણા-સચીન હાઇવે ઉપર આવનાર છે. બાતમી હકિકત આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર. તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર દ્વારા ટીમો બનાવી ભાટીયા ચેક પોસ્ટ ખાતે. વોચ ગોઠવી વરના કાર રોકી આરોપીઓ બદરૂદીન અખ્તરહુસૈન બંગડીવાલા, ગુલામ સાબીર મોહમદ ઇશાક મીરજા. તથા મોહમદ અશફાક મોહમદ અસલમ અંસારી ની પાસેથી ગેરકાયદેસર મેફેડ્રોન (એમ.ડી.ડ્રગ્સ) 512.20 ગ્રામ જેની કીમાંત આંતરરાષ્ટ્રીય બજારમાં 51.22 લાખ થાય છે.

“NO DRUGS IN SURAT CITY” : એક મોટી સફળતા ડ્રગ્સના દૂષણને ડામવામાં મળી હતી

તેને સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ 54,67,220 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ ચલાવી રહેલ છે. ડ્રગ્સના ગેરકાયદેસર વ્યાપાર અને હેરફેર કરતાં તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરી રહેલી સુરત પોલીસને વડુ એક મોટી સફળતા ડ્રગ્સના દૂષણને ડામવામાં મળી હતી.. હાલ પોલીસે પેડલરોની ધડપકડ કરીને આ તમામ ડ્રગ્સ ના જથ્થાને મોકલનાર અને મંગાવનારને વોંટેડ જાહેર કરીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

Chotu Vasava On Surat Tour : આદિવાસી નેતા છોટુ વસાવા સુરત જીલ્લાના પ્રવાસે, માંડવી ખાતે લગ્ન પ્રસંગમાં છોટુ વસાવાએ આપી હાજરી

તમે આ પણ વાંચી સકો છો :

DNH College Students in Angry Mood: અબ્દુલ કલામ કોલેજ ના વિદ્યાર્થીઓ ને લેપટોપ ન મળતા રેલી કાઢી કલેકટર કચેરી એ પોહચ્યા

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories