Horse Race Organised : પ્રથમવાર અશ્વદોડ યોજાઇ : 28 સ્પર્ધકો જોડાયાં અશ્વ દોડ હવે લુપ્ત થતી હોય પ્રોત્સાહિત કરવું જરૂરી.
નારી જાતિ- ધોડી પ્રથમ નંબરે આવી
આમોદ શહેરના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.. લેડીઝ ફર્સ્ટનું સૂત્ર સાબિત કરતું શીતપોર ગામની શેરૂ સિંધીની નારી જાતિ- ધોડી પ્રથમ નંબરે આવી. બીજા નંબર પર જંત્રાણ ગામના મોહસીન સરપંચનો અશ્વ.. જયારે ત્રીજા નંબર પર પહાજ ગામના અફઝલ ભાઈનો અશ્વ આવેલ હતો.
Horse Race Organised : અલગ અલગ જાતના 32 અશ્વ આવ્યાં હતાં
ભરૂચ, જંબુસર આમોદના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા પ્રથમવાર અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાભરમાંથી અલગ અલગ જાતના 32 અશ્વ આવ્યાં હતાં. જે પૈકી 28 અશ્વોએ હરીફાઇમાં ભાગ લીધો હતો. જેમાં ભરૂચના સિતપોણની ઘોડી પ્રથમ નંબરે આવી હતી. આમોદના સાજીદ રાણા તેમજ તણછા ગામના અંગેશભાઇ દ્વારા લોકોમાં અશ્વો પ્રત્યેની રૂચી પુન: વધે તે માટે આમોદના તણછા ગામમાં પ્રથમવાર ભરૂચ હોર્સ ગ્રુપના નેજા હેઠળ અશ્વ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ આમોદ અને આસપાસના તાલુકાઓમાંથી 32 જેટલાં અશ્વોના માલિકો તેમના અશ્વ લઇને પહોંચ્યાં હતાં. જોકે, તે પૈકીના 28 લોકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અંદાજે બે કિમીના અંતરના અશ્વદોડમાં ભરૂચના સિતપોણ ગામના શેરૂ સિ઼ધીની અશ્વ પ્રથમ ક્રમે આવી હતી. જ્યારે જંત્રાણ ગામના મોહસીન સરપંજનો અશ્વ બીજા અને પહાજ ગામના અફઝલભાઇનો અશ્વ ત્રીજા ક્રમે આવ્યો હતો. અશ્વદોડ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. અને પ્રથમવાર આ પ્રકારની સ્પર્ધા યોજાઇ હોય લોકોએ તેનો રોમાંચક અનુભવ કર્યો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :