Bharuch Panchayat Budget Approved : પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નો. આરોગ્ય ક્ષેત્રે રૂ. 2.31 કરોડ-જાહેર બાંધકામ ક્ષેત્રે 6.98 કરોડની જોગવાઈ.
838.15 કરોડનો વ્યાપ ધરાવતાં બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી
ભરૂચ જિલ્લા પંચાયતનું 22.66 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું. 2.29 કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર થતાં વિકાસને વેગ મળશે નું શાસક પક્ષનો દાવો છે. ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોળના 22.66 કરોડ સહિત રાજય પ્રવૃત્તિનાં અનુદાન સહિત કુલ રૂા. 838.15 કરોડનો વ્યાપ ધરાવતાં બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી.
ખર્ચ અંડાજવામાં આવેલ બજેટને મંજૂર કરવા સાથે વિવિધ 11 એજન્ડા પર ચર્ચા વિચારણા
પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી. જેમાં ગત વર્ષનું સુધારેલ બજેટ અને આગામી 2024 -25 ના 2.28 કરોડની પુરાંત વાળું બજેટ જેમાં 22.66 કરોડની આવક સામે 20.37 નો ખર્ચ અંડાજવામાં આવેલ બજેટને મંજૂર કરવા સાથે વિવિધ 11 એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરીની મ્હોર મારવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. જેમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડયુટીના વિકાસનો કામોમાં રૂા. 8 કરોડની જોગવાઈ કરેલી છે. જે ગત વર્ષે રૂા.6,25 કરોડની જોગવાઈ કરેલ હતી. આરોગ્ય ક્ષેત્રે રૂા. 2.31 કરોડ પશુપાલન ક્ષેત્રમાં રૂા.3.02 લાખ માંથી વધારો કરીને રૂા. 5 લાખની જોગવાઈ કરેલ છે.. જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે સુધારેલ જોગવાઇ રૂા. 6.98 કરોડ હતી, જે આ 7,31 કરોડ કરેલ છે. નાની સિંચાઇ ક્ષેત્રમાં રૂા.44.50 લાખની જોગવાઈ કરેલ છે, જે ગત વર્ષે રૂા.28 લાખ હતી.
Bharuch Panchayat Budget Approved : પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નો
આવી જ રીતે પંચાયતનાં સ્વભંડોળમાં વધારો થાય તે માટે ભરૂચ જિલ્લાના હોડીઘાટ અને જિલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે પારદર્શક ઓનલાઇન ટેન્ડર અને જેમ પોર્ટલ પરથી હોડીઘાટની હરાજી કરવામાં આવેલ હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર સિંહ વાંસદિયાએ જણાવી બજેટને સર્વાંગી વિકાસ લક્ષી ગણાવ્યું હતું. સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર જોષી, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :