PC And PNDT Act : દૉષી ડૉક્ટર વિરુદ્ધ 12 વર્ષ પછી આવ્યો કોર્ટનો જજમેંટ. પીસી એંડ પીએનડીટી એક્ટ મુજબ અત્યાર સુધી 40 કેશ 24 કેસના ફેસલામાં અત્યાર સુધી 9 ડોકટરોને સજા. 16 કેસો હજી સુધી વિલંબિત ટ્રાયલ હેઠળ કોર્ટમાં પેન્ડિંગ.
10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો
ગર્ભ પરીક્ષણ અને બાળકીઓના ગર્ભપાતના કિસ્સા રોકવા માટે બનેલા કાયદા મુજબ પીસી એંડ પીએનડીટી એક્ટ મુજબ દાખલ થયેલા વધુ એક કેસનો ચુકાદો હાલમાજ સુરત કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે જેમાં બાર વર્ષ પછી કસૂરવાર ઠરેલા ડૉક્ટરને દોષી કરાર કરાતા ત્રણ મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.
કલમ-૨૩ અને ૨૫ અન્વયેની ફરીયાદ દાખલ થઈ હતી
ગોદાદરા ખાતે ક્લિનિક ચલાવતા ડૉક્ટર મુકેશ છાજડ પર 2012 ની સાલમાં આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા. ડોકટર મનીશકુમાર સિન્હા દ્વારા પીસી એંડ પીએનડીટી એક્ટ મુજબ. ગુનો દાખલ કરીને સુરતની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ પ્રીનેટલ ડાયેગ્નોસ્ટીક ટેકનીકલ (રેગ્યુલેશન એન્ડ પ્રિપ્રવેન્શન ઓફ મીસ યુઝ) એક્ટ. ૧૯૯૪ ની કલમ-૨૩ અને ૨૫ અન્વયેની ફરીયાદ દાખલ થઈ હતી. જે કેસમાં નામદાર કોર્ટ દ્વારા 12 વર્ષ પછી ફેસલો સંભળાવવા આવ્યો હતો. જેમાં ડોકટર મુકેશ છાજડને દોષી કરાર કરવામાં આવતા ત્રણ મહિનાની સજા કરવામાં આવી હતી. અને દસ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. પરંતુ આ કેસનો ફેસલો સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન મુજબ છ મહિનામાં આવવો જોઈએ. જેની જગ્યાએ વિલંબિત રીતે બાર વર્ષે કેસનો ફેસલો આવતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પાલન થયું હોય એમ નથી લાગતું.
PC And PNDT Act : 15 કેસો કોર્ટ દ્વારા જુદાજુદા કારણથી ડિસમિસ કરવામાં આવ્યા છે
સુરતના આરોગ્ય વિભાગ દ્વારા 2012 ની સાલ થી અત્યાર સુધીમાં કુલ 40 જેટલા જુદી જુદી હોસ્પિટલો અને ક્લિનિકો વિરુદ્ધ ગર્ભ પરીક્ષણ સહિતના અન્ય પીસી એંડ પીએનડીટી એક્ટ મુજબ ગુના બાબતમાં કેસો કોર્ટમાં દાખલ કરાયા હતા જેમાંથી અત્યાર સુધીમાં 24 કેસના જજમેંટ આવી ગયા છે જે મુજબ 15 કેસો કોર્ટ દ્વારા જુદાજુદા કારણથી ડિસમિસ કરવામાં આવ્યા છે યાતો આરોપીને સબૂતો ના અભાવે બરી કરી દેવાયા છે તો 9 જેટલા કેસોમાં આરોપો સાબિત થતાં સજા સાંભળવવામાં આવી છે. જ્યારે બાકીના 16 જેટલા કેસો હાલ સુરત કોર્ટમાં પેન્ડિંગ રહ્યા છે. દાખલ થયેલા તમામ કેસો 2011 થી લઈને અત્યાર સુધીના છે. પરંતુ અહિયાં સવાલ એ થાય છે કે મોટા ભાગના કેસો વિલંબિત રીતે કોર્ટમાં અંડર ટ્રાયલ પેન્ડીગ રહ્યા છે. સંભવિત ગર્ભ માંજ બાળકીની હત્યા,, લિંગ પરીક્ષણ,, ઝેડર સિલેક્સન,, સહિત ડૉક્ટરી પ્રોફેસનનો દૂરપયોગ કરીને. સેકસ રેસયોની અસમાનતા માટે જવાબદાર છે. કેટલાક જાણીતા ડોકટરો દ્વારા ચલાવાતી ક્લિનિક અને હોસ્પિટલ આ માટે સીધા જવાબદાર કહી શકાય છે.
સુપ્રીમ કોર્ટ દ્વાર નક્કી કરાયેલ ગાઈડલાઇન મુજબ કાર્યવાહી નહીં કરાતા આવા બની બેઠેલા
સરકાર દ્વારા કાયદો બનાવી ને નવજાત બાળકીઓને રક્ષણ આપવાની પૂરેપૂરી કોસિસ કરાય છે. પરંતુ કાયદાનો અમલ કરવાની જવાબદારી જેના સીરે છે. એવા એપોપીએટ ઓથોરીટી અને કાયદામાં સજા કરવાની જવાબદારી જેની છે. એવી કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વાર નક્કી કરાયેલ ગાઈડલાઇન મુજબ કાર્યવાહી નહીં કરાતા આવા બની બેઠેલા. અધમ કૃત્યો કરનારા ડોકટરો એના ગોરખધંધા કરીને પહેલા તો પકડાતાં નથી. અને પકડાય જાય છે તો કાયદાની ઢીલી પકડ ને કારણે વર્ષો સુધી આઝાદ રીતે ફરતા રહે છે. અને કાનૂન અને કાયદાનો કોઈજ ડર ના હોય એમ પોતાની હાટડીઓ ચલાવ્યા કરે છે.
PC And PNDT Act : સુરત માટે આ બાબત મોટી શરમજનક કહી શકાય
સુરત તમામ મામલે અવ્વલ રહેવાની હોડમાં હોય છે. પરંતુ સેક્શ રેસયોની વાત કરવામાં આવે તો પુત્રીઓના જન્મ દરમાં સુરત સમગ્ર રાજ્ય. અને દેશમાં સૌથી પાછળ રહેતું આવ્યું છે. અને આ મામલે સૌથી શિક્ષિત શહેર અને સૌથી ઝડપી વિકાસ પામતું શહેર ગણાતા. સુરત માટે આ બાબત મોટી શરમજનક કહી શકાય એવી છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો