Gram Sabha Held In Sarpanch’s Absence : મહિલા સરપંચ લાંબા સમયથી રોજગારી અર્થે બહાર. સરપંચનો કાર્યભાર જેઠ સાંભળતા હોવાની ચર્ચા.
સરપંચ ની ગેરહાજરીમાં ગ્રામસભા યોજવામાં આવી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા પાંચવેર-કેળધા ગૃપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ કોસ્લ્યાબેન ગણપત ગાંવિતની ગેરહાજરીમાં ગ્રામસભા યોજવામાં આવી હતી.
Gram Sabha Held In Sarpanch’s Absence :ગામના વિકાસના કામો અવરોધ ઊભો થયો હતો
કપરાડા તાલુકાના પાંચવેરા-કેલઘા ગૃપ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ અને તેના આઠ સભ્યોની પેનલ હોવા છતાં પણ માત્ર ગણતરીના ૨૦ થી ૨૫ લોકો ભેગા મળી કોઈને પણ જાણ કર્યા વિના તલાટી ક્રમમંત્રી કમલેશ સી ભીંસરા અને અન્ય લોકો દ્વારા ગ્રામસભાનું આયોજન થતાં સમગ્ર પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા સરપંચ અઢી મહિનાથી મહારાષ્ટ્રનાં નાશિકમાં રોજગારી મેળવવા અર્થે ગયા હોવાનું જાણવા મળેલ છે. અને સરપંચનું કામ કાજ તેમના જેઠ કરતા હોય છે. આમ પણ કપરાડા તાલુકામાં મહિલા સરપંચ હોય તો તેમનું કાર્યભાર મહિલાના પતિ, સસરો જેવા અન્ય લોકો કાર્યભાળ સાંભળતા હોય છે. ત્યારે ગ્રામ પંચાયતની કામગીરી અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે અને ગામના વિકાસના કામો અવરોધ ઊભો થયો હતો.. ત્યારે હાલ ગ્રામ પંચાયતની સભા વગર સરપંચે કરવામાં આવતા આગળના દિવસોમાં પ્રશ્ન વધુ પેચીદો બને એવી સંભાવના વ્યક્ત કરાય રહી છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો