Greeting Visit Of MP’s Deputy Chief Minister : લોકસભા ચુંટણીની સમીક્ષા કરવા બેઠક યોજાય. જીત સુનિશ્ચિત કરીને જંગી બહુમતી મેળવવા કરાયો પ્રયાસ.
મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીને કઈ રીતે જંગી બહુમતી થી જીતી શકે એ માટે માર્ગદર્શન
એમપીના ડેપ્યુટી સી.એમ ની અધ્યક્ષતામાં ભરૂચ લોકસભા સીટની કોર કમિટીની તેમજ લોકસભા ચૂંટણીની સંચાલન સમિતિની બેઠક યોજાય હતી.. જેમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીને કઈ રીતે જંગી બહુમતી થી જીતી શકે એ માટે માર્ગદર્શન અપાયું હતું.
મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા
લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભરૂચ ખાતે લોક સાહિત્યકાર અભેસિંહ રાઠોડના નિવાસસ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા અને ભૂતપૂર્વ હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશભાઈ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભા ચુંટણી સંદર્ભે કોર કમિટી દ્વારા સતત મનોમંથન કરીને હરીફ ઉમેદવારને હરાવી જંગી બહુમતી સાથે લોકસભા સીટ કબજે કરવા સતત સીનીયર નેતાઓ ભરૂચ ખાતે બેઠકો કરી રહ્યા છે અને મનોમંથન ચાલી રહ્યું છે.
Greeting Visit Of MP’s Deputy Chief Minister : જીત શુંનિશ્ચિત કરવાની કવાયત હાલ ભાજપા દ્વારા કરવામાં આવી
ત્યારે આગમી લોકસભા ચુંટણીમાં હાલના સાંસદ મનસુખભાઈ વસાવાને ટિકિટ મળશે કે કેમ એપણ એક લોક પ્રશ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે એડી ચોંટીનું જોર લગાવતા ટિકિટ મેળવવા ઇચ્છતા નેતાઓ પણ પોતાની રીતે લોબિંગ કરી રહ્યા છે.. તો બીજી તરફ હરીફ ઉમેદવાર અને ઈન્ડિયા ગઠબંધનના સયુક્ત ઉમેદવાર ચૈતર વસાવા પણ પોતાની ચુંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે.. ત્યારે સંગઠનને વધુ મજબૂત કરીને જીત શુંનિશ્ચિત કરવાની કવાયત હાલ ભાજપા દ્વારા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દ્વારા હાલ સમગ્ર આદિવાદી વિસ્તારની તમામ બેઠકો પર પ્રવાશ કારવમાં આવી રહ્યો છે અને સ્થાનિક નેતા અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠકો કરીને સૂચનો કરવામાં આવી રહ્યા છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો