Navsari Budget Unanimously Approved : વિપક્ષના વિરોધ વગર સર્વાનુમતે બજેટ પાસ કરાયું. આગામી વર્ષમાં વિવિધ યોજના માટે બજેટમાં જોગવાઈ.
વિપક્ષે પણ કોઈપણ વિરોધ કે ચર્ચા વિના મંજૂરીની મહોર મારી
નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ 2024-25 ના વર્ષનું બજેટ પંચાયતના સભાખંડમાં વિપક્ષના કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. એક કલાકની સામાન્ય સભામાં પ્રમુખે 1198.13 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી પોતાનું નિવેદન આપ્યું હતું. જેને વિપક્ષે પણ કોઈપણ વિરોધ કે ચર્ચા વિના મંજૂરીની મહોર મારી હતી.
290.04 કરોડની પુરાંત અને 44.42 કરોડના દેવા પણ રજૂ કરાયા
નવસારી જિલ્લા પંચાયતની મળેલી બજેટ સભામાં પ્રમુખ પરેશ દેસાઈ, ડીડીઓ પુષ્પલતા તેમજ હિસાબી વિભાગના અધિકારીઓ અને પંચાયત સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં આગામી વર્ષનું બજેટ સહિત અન્ય કામોને રજૂ કરવામાં આવ્યા હતા. પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા વર્ષ 2024-25 ના વર્ષનું 1198.13 કરોડનું જંગી બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. જેમાં 290.04 કરોડની પુરાંત અને 44.42 કરોડના દેવા પણ રજૂ કરાયા છે.
Navsari Budget Unanimously Approved : સિંચાઈની સમસ્યાનાં નિવારણ માટે ચેકડેમ બનાવવાની યોજના બનાવમાં આવી
બજેટ વિષે ટૂંકમાં માહિતી આપતા પ્રમુખ પરેશ દેસાઈએ જણાવ્યું કે, આગામી વર્ષના બજેટમાં સ્વભંડોળ વધારવા માટેના આયોજન કરવામાં આવશે. સાથે જ જુદી જુદી વિકાસલક્ષી યોજનામાં પણ જિલ્લા પંચાયત દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાં વિકાસલક્ષી કામો માટે 3.25 કરોડ રૂપિયા, સ્વચ્છ નવસારી માટે 1 કરોડ રૂપિયા, પોષણ માટે 2.36 કરોડ, જાહેર બાંધકામ માટે 2.15 કરોડ, સિંચાઈ માટે 1.50 કરોડ, ખેતીવાડી માટે 1.32 કરોડ, શિક્ષણ માટે 93 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતોને પડતી સિંચાઈની સમસ્યાનાં નિવારણ માટે ચેકડેમ બનાવવાની યોજના બનાવમાં આવી છે. વાંસદાના વાટી ગામે વર્ષોની પુલની માંગને પણ આ વર્ષે પૂર્ણ કરવાના પુરા પ્રયાસો કરવામાં આવશે. પ્રમુખ પરેશ દેસાઈએ બજેટને વિકાસલક્ષી બજેટ ગણાવ્યુ હતુ. સર્વસંમતિ આવનાર વર્ષનું બજેટ મંજૂર થઈ જતાં અને વિપક્ષને કોઈ પણ પ્રકારનો વિરોધ કરવાનો મોકો નહીં મળતા સામાન્ય સભા સંતીપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Anant-Radhika Pre Wedding: ભાઈ અનંતના પ્રી-વેડિંગમાંથી ઈશા અંબાણીના રોયલ લૂક થયો