HomeElection 24Protest Demonstration By BJP : પશ્વિમ બંગાળમાં મહિલાઓ પરના અત્યાચારનો વિરોધ, સુરતમાં...

Protest Demonstration By BJP : પશ્વિમ બંગાળમાં મહિલાઓ પરના અત્યાચારનો વિરોધ, સુરતમાં ભાજપે કર્યા દેખાવ – India News Gujarat

Date:

Protest Demonstration By BJP : BJP દ્વારા વિરોધ પ્રદર્શન બંગાળના સંદેશ ખાલીમાં તૃણમુલ કોંગ્રેસના નેતા વિરુદ્ધ વિરોધ. નાનપુરામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન. ભાજપ સુરત મહાનગર દ્વારા “વિરોધ પ્રદર્શન” કાર્યક્રમ.

દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો

પશ્ચિમ બંગાળના સંદેશખલીમાં તૃણમૃલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અત્યાચાર. અને અઘટિત અત્યાચારોના લગાડવામાં આવેલ આરોપ સંદર્ભે દેશભરમાં વિરોધનો સુર ઉઠ્યો છે. મહિલાઓ પર લગાવવામાં આવેલ ગંભીર આરોપના વિરોધમાં આજરોજ સુરતના નાનપુરા સ્થિત. મક્કાઈપુલ ખાતે શહેર ભાજપ દ્વારા ભારે દેખાવ અને વિરોધ નોધાવવામાં આવ્યો છે.

મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શન અને દેખાવમાં જોડાઈ હતી

પશ્ચિમ બંગાળનમાં સંદેશખાલીમાં મહિલાઓ પર તૃણમૃલ કોંગ્રેસના નેતા દ્વારા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. તૃણમૃલ કોંગ્રેસના નેતા દ્વારા લગાડવામાં આવેલા આરોપોને પગલે ભાજપને મુદ્દો મળી ગયો છે. જેના વિરોધમાં ભાજપ દ્વારા ઠેર ઠેર દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુરત ખાતે પણ શહેર ભાજપ દ્વારા મમતા સરકાર સામે દેખાવ અને વિરોધ નોંધાવી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. સુરતના નાનપુરા મુકામે આવેલા મકાઈ પુલ સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે. શહેર ભાજપની મહિલા કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શન અને દેખાવમાં જોડાઈ હતી. જ્યાં હાથમાં અલગ અલગ સ્લોગન સાથેના પ્લેકાર્ડ લઈ મમતા સરકાર સામે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ અંગે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે. પશ્ચિમ બંગાળમાં તૃણમૃલ કોંગ્રેસના આગેવાન શાહબાઝ ખાન દ્વારા. સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરી અઘટિત આરોપ લગાડ્યા છે.

Protest Demonstration By BJP : સમાજને ન શોભે તે પ્રકારના નિવેદન કરી નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓનું અપમાન થયું છે. સભ્ય સમાજને ન શોભે તે પ્રકારના નિવેદન કરી નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા છે. છતાં આવા આગેવાનને મુખ્યમંત્રી શરણ આપી રહ્યા છે. આવા નેતા અને આગેવાનને બચાવવા માટે સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મહિલાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની સંવેદના નથી. તે આ ઘટના પરથી સ્પષ્ટ રિતે ફલિત થાય છે. જો મમતા બેનરજીને મહિલાઓ પ્રત્યે જરા પણ સંવેદના હોય તો. આવા નેતાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ ભાજપ પાર્ટી કરી રહ્યું છે. ભાજપ મહિલા મોરચા અને શહેર ભાજપ દ્વારા આયોજિત બંગાળ સરકાર વિરુદ્ધના વિરોધ. પ્રદર્શનમાં શહેર ભાજપ પ્રમુખ અને સુરત મહાનગર પાલિકાના મેયર સહિત. સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી

તમે આ પણ વાંચી સકો છો :

PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે

SHARE

Related stories

Latest stories