HomeGujaratIncome From Export Of Bananas : "પૈસો તેને વળે જે પરસેવે ન્હાય"...

Income From Export Of Bananas : “પૈસો તેને વળે જે પરસેવે ન્હાય” ઉમલ્લા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા – India News Gujarat

Date:

Income From Export Of Bananas : ખેડૂતે 7 એકરમાં કેળના ટીશ્યુનું વાવેતર કર્યું કેળાંના એક્સપોર્ટથી 20 લાખની આવકનો દાવો કર્યો.

પોતાની મહેનત અને કુનેહથી જે ઉપજ મેળવે છે એનાથી અઢળક આવક

હાલ ખેડૂતો પોતાના ઉપજાવેલ પાકના ભાવને લઈને સરકાર પર દબાણ ઊભું કરીને આંદોલન કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂત પોતાની મહેનત અને કુનેહથી જે ઉપજ મેળવે છે એનાથી અઢળક આવક મેળવી રહ્યા નો દાખલો બેસાડી રહ્યા છે. આવીજ ખેત પેદાશ થઈ સારી આવક અને ઊપજનું સારું મૂલ્ય મેળવનાર ખેડૂત સાથે આજે તમને પણ માળાવીએ છીએ.

Income From Export Of Bananas : 7 એકર જમીનમાં કેળના ટીશ્યુનું વાવેતર કર્યું

“પૈસો તેને વળે જે પરસેવે ન્હાય” કહેવત સાચી પુરવાર કરવા એક સામન્ય ખેડૂત દ્વારા પોતાના પરિશ્રમથી અઢળક આવક મેળવતા હોવાની ખુશી વ્યક્ત કરી હતી.. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ જેને કમલમ ફ્રૂટ પણ કહેવાય છે નો જથ્થો યુ.કે. લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયેલે ટ્વિટ કરી માહિતી આપી હતી ત્યારબાદ ઝગડીઆ તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત પટેલ જનકભાઈ એ પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળના ટીશ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી.

એક લૂમનું વજન અંદાઝે 30 થી 35 કિલો જેટલું થઇ રહ્યું છે

રાત દિવસ એક કરી ખુબજ માવજત કરી કેળના ટિશ્યુને ઉછેર્યા હતા કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્ષપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશમો એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું.. ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાઝે 30 થી 35 કિલો જેટલું થઇ રહ્યું છે અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાઝે 20 લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું. ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમા કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે.

Income From Export Of Bananas : તમામ ખેડૂતોને ગુજરાતનાં ખેડૂતો પાસે સિખ લેવી જોઈએ

ઝઘડીયાના ખેડૂતની જેમજ અન્ય વિસ્તારોમાં પણ અનેક એવા ખેડૂતો છે. જે અધ્યતન ટેકનોલોજી સાથે પોતાના ખેતરમાં વિવિધ. ખેત પેદાશોનું ઉત્પાદન મેળવી દેશ અને વિદેશમાં નિકાશ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. તો બીજીબાજુ દિલ્હી ખાતે હાલ ખેડૂતો MSP સહિતની માંગણી ને કારણે છેલ્લા કેટલાક દિવસથી હંગામો કરી રહ્યા છે. એ તમામ ખેડૂતોને ગુજરાતનાં ખેડૂતો પાસે સિખ લેવી જોઈએ.

તમે આ પણ વાંચી સકો છો :

Semiconductor: હવે ભારતમાં બનશે સેમિકન્ડક્ટર ચિપ્સ, મોદી સરકારે આપી મંજૂરી

તમે આ પણ વાંચી સકો છો :

PM Surya Ghar Scheme: એક કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળશે

SHARE

Related stories

Latest stories