Dyeing Mill Accident: સુરતના કડોદરા વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં એક યુવકનું ડાઈન મીલમાં કામ કરતી વખતે દાઝી જતા ગંભીર ઇજાઓ સાથે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે હાલ ઇજાગ્રસ્ત યુવક સિવિલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે આ ઘટનાની જાણ થતા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને કડોદરાના પોલીસ તંત્ર દોડતું થયું હતું.
Dyeing Mill Accident: લેબમાં બીકર ખોલવા જતા ગરમ પ્રવાહી કર્મચારી પર પડ્યું
ડાઇંગ મિલોમાં અકસ્માતનો દૌર હજીપણ ચાલુ છે ત્યારે વધુ એક ઘટના સુરત જિલ્લાના કડોદરા ખાતે થી સામે આવી છે. સુરત કડોદરા વિસ્તારમાં આવેલ સુભાષ ડાયમંડમાં કામ કરતા એક યુવક જયપ્રકાસ પર ગરમ પાણી પડી જતા શરીરના મહદભાગોએ દાઝી જવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે.. સિવિલ હોસ્પિટલે પહોંચતા ડોક્ટરોની ટીમ કામે લાગી હતી ત્યારે હાલઆ યુવક કઈ રીતે દાજી ગયોએ દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે સુભાષ ડાઇંગ મીલમાં બીકર પાસે કામ કરતો હતો એ વખતે આ યુવક જ્યારે બીકરનું નટ ખોલી રહ્યો હતો ત્યારે નટ વધુ પ્રમાણમાં ઢીલું હતું અને અચાનક જ બીકર ખુલી જતા તેમાં રહેલ ગરમ પ્રવાહી આ યુવકના શરીર પર પડી ગયું હતું જેને કારણે જયપ્રકાશ સરીરના મોટાભાગના હિસ્સા પર દાજી ગયો હતો.
ઘટના બની ત્યારે ત્યાં હાજર અન્ય કારીગરોએ તાત્કાલિક ધોરણે યુવકની મદદે દોડી આવી મિલના સત્તાધિસને અકસ્માત સંબંધિત જાણ કરી હતી અને ત્યારબાદ 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ આ યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ઘટના ગંભીર હોવાને કારણે સુરત જિલ્લા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અન્ય કોઈ બનાવ ન બને તે કારણો સર તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. ત્યારે નાની નાની બેદરકારી કેટલું ગંભીર પરિણામ લાવી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
Newborn Follow Up: બે દિવસ અગાઉ રસ્તા પરથી મળેલી બાળકીનું સારવાર દરમ્યાન મોત – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: