Mahidharpura Banner: પાલિકા તંત્ર દ્વારા ડ્રેનેજ લાઇનના કામગિરિ કર્યા બાદ ખોદેલા રસ્તા નહીં બનાવાતા કોર્ટ વિસ્તારના લોકો રોષે ભરાયા છે. જૂની ડ્રેનેજ પાઈપો બદલીને નવી નાખવાની કામગીરી બાદ પાલિકા અધિકારી દ્વારા રોડ રસ્તા ના કામ નહીં કરતાં બેનરો લગાવીને સૂચનો કરવામાં આવ્યા છે.
મહિધરપુરા સ્થિત ગલેમાંડી મોટી શેરીમા લાગ્યા બેનર
સુરત શહેરમાં પાણી અને ડ્રૈનેજનું કામ અવાર-નવાર ચાલતું રહે છે. ત્યારેજ શહેરના કોટ વિસ્તાર અને અન્ય જૂના વિસ્તારમાં ડ્રૈનેજ પાઇપ બદલવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ પાલિકા દ્વારા પાણી-ડ્રૈનેજ લાઇનનું કામ પૂર્ણ થયા પછી રસ્તો બનાવામાં અખાડા કરતાં હોવાની અને અધિકારીઓ વેઠ ઉતારતા હોવાની ફરિયાદો સમયાંતરે ઊઠે છે. જે સહિત મહિદરપુરાની એજ શેરીમાં રસ્તો બનાવવાના કામ બાદ હાલાકી ન પડે તે માટે બેનર લગાડી પાલિકાને સૂચન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પાલિકા દ્વારા કરતાં આવામાં પાણી-ડ્રૈનેજ લાઇનના કામગીરી ના કારણે ઘણી ફરિયાદો સામે આવી છે. મહિદરપુરા સ્થિત ગલેમંડી મોટીશેરીમાં પણ સ્થાનિકોને ડ્રૈનેજ કામના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે.. સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ડ્રૈનેજ અને પાણીના જોડાણની કામગીરી છેલ્લા ઘણા સમય થી ચાલી રહી છે. પરંતુ કામગીરી બાદ મહોલ્લામાં રસ્તો બનાવવાના કામમાં આડોડાઈ કરવામાં આવતી હોવાના કિસ્સા અનેક જગ્યા પરથી નોંધાયાં છે.
Mahidharpura Banner: સ્થાનિકોની અધિકારીઓ વેઠ ઉતારાતા હોવાની ફરિયાદ
વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી. શેરીના માર્ગ પર ખાલી ઠીંગડા મારવાના કારણે ઊબડખાબડ રસ્તો બનવાની શકીયતા છે. યોગ્ય રીતે રસ્તો ન બનવાના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવી પડે છે. પરંતુ ગલેમંડી મોટીશેરીમાં સ્થાનોકીને હલકી ના પડે તે માટે બેનર લગાવી પાલિકા તંત્ર ને સૂચન કરવામાં આવ્યું હતું. બેનરમાં લખ્યું હતું કી ‘ ગલેમંડી મોટી શેરી, મહિદરપુરામાં હાલમાં જે ડ્રૈનેજ તથા પાણીના નવા જોડાણનું કામ થયેલ છે, તો હવે પછી મહોલ્લામાં થીંગલા (પેચ) મારીને થૂંક લગાવવા મહેરબાની કરી આવશો નહીં. ‘ શેરી દ્વારા યોગ્ય રસ્તો બને તે માટે આ રીતે પાલિકીને સૂચન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક આગેવાન હિતેશભાઈ માળીએ કહ્યું કે, અગાઉ પણ શેરી ખોદાઈ હતી. ત્યારબાદ ફરી આ રીતે થયું. ત્યારે રજૂઆત કરી ત્યારે થીંગડા મારી આપવાની વાત કરી હતી. જેથી અમે કહીએ છીએ કે, થીંગડા અમારે નથી મરાવવા જ્યારે કરવો હોય આખો રોડ જ ડામરનો કરી આપજો. અમારી વાત લોકો અને શાસકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારના બેનર લગાવ્યા છે.
તમે આ પણ વાંચી શકો છો:
Newborn Follow Up: બે દિવસ અગાઉ રસ્તા પરથી મળેલી બાળકીનું સારવાર દરમ્યાન મોત – INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો: