HomeGujaratDrugs In Grocery Store : કિરાણાની દુકાનમાં ચાલતો ગાંજાનો વેપલો, 7.062 કિલો...

Drugs In Grocery Store : કિરાણાની દુકાનમાં ચાલતો ગાંજાનો વેપલો, 7.062 કિલો જથ્થા સાથે બે આરોપી ઝડપાયા – India News Gujarat

Date:

Drugs In Grocery Store : કિરાણાની દુકાનમાં વેચાણ પોલીસના માટે મોટો પડકાર. ઓરિસ્સાથી ગાંજો લાવી વેચાણ કરાતું હોવાનો ખુલાસો.

7 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડીને પોલીસે બે ઈસમોની ધરપકડ કરી

સુરતમાં નશાકારક પદાર્થોના વિરોધમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અલથાણ વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાન માંથી પોલીસે બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કરિયાણાની દુકાનમાંથી 7 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડીને પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે.

જડપાયેલા ડ્રગ્સ ની કિંમત 76.120 રૂપિયા

નશા ના કાળા કારોબારને અંકુશમાં લાવવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત વધુ એક સફળતા મળી છે,, જેમાં અલથાણ પોલીસના સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કરીયાણાની દુકાનમાં ગાંજાનુ વેચાણ કરતા બે ઇસમોની ધરપકડ કરી છે. બંન્ને ઈસમો પાસેથી 7 કિલો 062 ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો પણ મળી આવ્યો છે. જેની કિંમત 76.120 રૂપિયા છે. આરોપી પુનમભાઈ ગણપતભાઈ બહેરા અને બાબરભાઈ છોટુભાઈ રાઠોડ વિરુદ્ધ અલથાણ પોલીસે NDPC એક્ટ મુજબનો ગુન્હોનોંધી આગળની તપાસ હાથ ધરી છે. સુરતમાં મોટાભાગે ઓડિશાથી ગાંજો આવતો હોય છે.

Drugs In Grocery Store : એક આરોપીને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો

ત્યારે છાસવારે તેને ટ્રેનમાંથી જ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળતી હોય છે. ત્યારે આ નશાકારક પદાર્થ હવે લોકોના જીવનજરૂરી કહી શકાય તેવા કરિયાણા સ્ટોર પર પણ પહોંચી ગયો છે. અને ત્યાંથી કરિયાણાની જેમ વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંજાનો જથ્થો આપનાર અન્ય એક આરોપીને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અવાર નવાર ઓરિસ્સા વાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં દારોડાઓ પાડીને ગાંજાના વેચાણ પર અંકુશ લાવવા પ્રયાસો કરાય છે ત્યારે છૂટા છવાયા વિસ્તારોના કરિયાણા સુકાનો વેચાઈ રહેલા આ પ્રકારના ગાંજાના વ્યાપાર બાદ હવે પોલીસ માટે મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે.

તમે આ પણ વાંચી સકો છો :

Anti-Social Elements : ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વોની આંતક, ચાની દુકાન પાસે મારામારીની બની ઘટના

તમે આ પણ વાંચી સકો છો :

Suicide Case: ફાયર કર્મી કિશોરસિંહ પઢેરિયા એ ફાયર કોર્ટર્સમાં આવેલા પોતાના મકાનમાં કર્યો આપઘાત

SHARE

Related stories

Latest stories