Anti-Social Elements : લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં મારામારીની ઘટના. જૂની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. મારામારીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. ઇર્જાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
સુરત પોલીસનો શકંજો આસામાજિક તત્વો પર ઢીલો
સુરત શહેરમાં ફરી એકવાર આસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેમ જેમ દિવસેને દિવસે ક્યાંક ચોરીની ઘટના બનતી હોય ક્યાંક લુટની ઘટના બનતી હોય. કે હત્યા જેવી ગંભીર ઘટના બનતી હોય આ તમામ વસ્તુઓ પરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે. કે ક્યાંકને ક્યાંક સુરત પોલીસનો શકંજો આસામાજિક તત્વો પર ઢીલો પડી રહ્યો હોય તે સ્પષ્ટરૂપે દેખાઈ રહ્યું છે.
હથિયાર લઈ દુકાનમાં જ એક વ્યક્તિ ઉપર તૂટી પડે
અસાંજિક તત્વો દ્વારા આંતક મચાવવાની ઘટના સુરત માં સાવ સામન્ય બાબત હોય. એમ ખુલ્લેઆમ ગુંડાગર્દી કરવાની જાણે ફેસન હોય એમ કિસ્સાઓ બની રહ્યા છે. આવો જ એક બનાવ સુરતના ભેસ્તાન વિસ્તારમાં સામે આવ્યો છે જેમાં સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કે એક યુવકને લોકો મારતા નજરે પડી રહ્યા છે. આ ઘટના સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ચા નાસ્તાની દુકાન પર બની છે. જ્યાં કેટલાક અસામાજિક તત્વો હાથમાં લાકડાના દંડા અને ચપ્પુ જેવા હથિયાર લઈ દુકાનમાં જ એક વ્યક્તિ ઉપર તૂટી પડે છે. ત્યારે હાલ સુરત શહેરમાં આવા અસામાજિક તત્વોનો ડર એટલી હદે વધી ગયો છે કે હવે ચા નાસ્તાની દુકાનવાળા પણ સુરક્ષિત રહ્યા નથી.
Anti-Social Elements : આરોપીને પકડીને કાર્યવાહી પણ કરવામાં આવે
પરંતુ જે રીતે સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે આ અસામાજિક તત્વોને જાણે પોલીસનો ભય જ રહ્યો નથી તે રીતે એક યુવક પર તૂટી પડે છે અને તેના શરીરે ઇજાઓ પહોંચાડી નાસી જાય છે. હાલ સુરત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ સૂત્રોનું જણાવવું છે કે છેલ્લા કેટલાક સમયથી અંગત અદાવત આ લોકો વચ્ચે ચાલી રહી હતી અને ત્યારબાદ આ યુવક પર અસામાજિક તત્વો હુમલો કરી દીધો હતો. ત્યારે સવાલ એક થાય છે કે રોજેરોજ બનતી આવી ઘટનામાં પોલીસ દ્વારા આરોપીને પકડીને કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ તો પણ આવા લુખ્ખા તત્વો સુધરવાનું નામ નથી લેતા અને કાનૂનનો કોઈ ડરના હોય એમ ખુલ્લેઆમ આ પ્રકારે આંતક મચાવતા આચકાતા નથી.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
VNSGU 55th Convocation: ભરૂચની ૨૩ વર્ષીયને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત