HomeGujaratProfessor Dies After Falling : પ્રોફેસરનું ઢળી પડ્યા બાદ મોત, ક્રિકેટ રમતી...

Professor Dies After Falling : પ્રોફેસરનું ઢળી પડ્યા બાદ મોત, ક્રિકેટ રમતી વખતે અચાનક ખેચ આવ્યા બાદ મોત – India News Gujarat

Date:

Professor Dies After Falling : સારવાર માટે યુવાન પ્રોફેસરને હોસ્પિટલ ખશેડાયા બાદ થયું મોત. અચાનક બનતી આવી ઘટનામાં ચિંતાજનક વધારો.

ક્રિકેટ રમતી વેળાએ અચાનક ખેંચ આવ્યો

સુરત જિલ્લામાં આવેલ ઉકા તરસાડિયા યુનિવર્સીટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ઋષભ શાહ ક્રિકેટ રમતી વેળાએ અચાનક ખેંચ આવી જતા મેદાનમાં ઢળી પડ્યા હતા અને ટુંકી સારવાર દરમિયાન મોત થતાં ચકચાર મચી ગઇ હતી.

મેદાન પર ઢળી પડ્યા હતા

સુરત જિલ્લામાં અચાનક મોતના બનાવનો સિલસિલો ચાલુ છે. આજે વધુ એક મોતની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના મહુવા અને બારડોલી તાલુકાની બોર્ડર પર આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં આજે સ્પોર્ટ ડે ની લઈને ક્રિકેટનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઇને પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોકટર ઋષભ શાહ જેઓ ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન અચાનક ખેંચ આવી જતા તેઓ મેદાન પર ઢળી પડ્યા હતા. હાજર સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

Professor Dies After Falling : આ પ્રકારના મોતનો સિલસિલો લાંબા સમય થી ચાલી રહ્યો છે

પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણવા મળશે. પ્રોફેસર ડૉ ઋષભ શાહ મૂળ માંડવીના અને હાલ બારડોલી તાલુકાના બાબેન ગામે આવેલ લેક સિટીમા રહેતા હતા. યુવાન વયે અચાનક બનતી આવી ઘટનામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. અને યુવાનો ખાસ કરીને શિકાર બની રહ્યા છે. ત્યારે મેડિકલ સાઇન્સ માટે પણ આવી બની રહેલી ઘટનાઑના કારણ વિષે જાણવું જરૂરી બન્યું છે. કારણ કે અચાનક થતાં આ પ્રકારના મોતનો સિલસિલો લાંબા સમય થી ચાલી રહ્યો છે. ત્યારે હાલ બની રહેલી ઘટનામાં સચોટ કારણ જાણી શકાયું નથી અને ઉત્તરોઉતર વધતી જતી મોતની સંખ્યા ચિંતાનો વિષય બની છે.

તમે આ પણ વાંચી સકો છો :

Cruel Father Abandoned Children : તરુણ મિશ્રા ફરી એકવાર નિરાધાર માટે આધાર બનીને આવ્યા, ત્રણ બાળકોને ક્રૂર પિતા સિવિલ હોસ્પિટલે મૂકી પલાયન

તમે આ પણ વાંચી સકો છો :

VNSGU 55th Convocation: ભરૂચની ૨૩ વર્ષીયને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત

SHARE

Related stories

Latest stories