Diamond Industrialists demand duty reduction : 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 0.25 ટકા કરી આપે તેવી માંગ. હીરા ઉદ્યોગકારોને સોન રફને ભારત માં લાવવામાં મુશ્કેલી.
5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા માં આવે છે
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સોન રફ પર ડ્યુટી ઘટાડવા માંગ કરવામાં આવી રહી છે. સોન રફ ઉપર પણ પોલિસ ડાયમંડ જેમ 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા માં આવે છે. જે ઘટાડી રફની જેમ કરવા ડાયમંડ એસોસિએશન દ્વારા માંગ કરાઈ છે.
હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણ માં મુકાયા
હીરા ઉદ્યોગ માટે હીરા ઉદ્યોગકારો દક્ષિણ આફ્રિકા ,ઝિમ્બાબ્વે, રશિયા સહિત ના દેશ પાસેથી રફ ઈમ્પોર્ટ કરે છે.સાથે સાથે એક વર્ગ એવો પણ છે કે જે કપાયેલી રફ ઇઝરાયલ જેવા દેશો પાસેથી સોન રફ ઈમ્પોર્ટ કરે છે.સોન રફ એટલે રફ માંથી હીરાનું વધેલું કટિંગ મટીરીયલ. આ રફને સોન રફ કહેવામાં આવે છે..જોકે હાલ હીરા ઉદ્યોગકારો સોન રફને લઈ મૂંઝવણ માં મુકાયા છે. કેમ કે કેન્દ્ર સરકાર સોન રફની પોલિશ ડાયમંડ સમાન જ ઈમ્પોર્ટ ડ્યુટી વસુલે છે. જોકે ખરેખર આ સોન રફ તે પણ એક પ્રકારની રફ જ હોય છે. તેવું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરતનો હીરા ઉદ્યોગ વિદેશ થી રફ મંગાવે તો 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી સરકાર ને આપે છે.
સુરત શહેરમાં નાનામાં નાની સાઈઝ નો હીરો તૈયાર કરવામાં આવે છે
પરંતુ ઇઝરાયલ જેવા દેશમાં જે મોટા હીરા તૈયાર થાય છે તેની રફ માંથી જે કટિંગ થયેલી રફ નીકળે છે તેને સોન રફ કહેવામાં આવે છે..જોકે આ સોન રફ માંથી પણ સુરત શહેરમાં નાનામાં નાની સાઈઝ નો હીરો તૈયાર કરવામાં આવે છે જેથી સોન રફનો પણ ઉપયોગ થઈ જાય પરંતુ હકીકત એવી છે.કે સોન રફને ભારત માં લાવવામાં મુશ્કેલી નડી રહી છે કારણ કે સરકાર પોલિશ ડાયમંડ પર જે પાંચ ટકા ડ્યુટી લગાવી છે તેજ લરકાર ની ડ્યુટી સોન રફ પર પણ લગાવે છે જેથી સોન રફ લાવવી ખૂબ મોંઘી પડી રહી છે.
Diamond Industrialists demand duty reduction : ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 0.25 ટકા કરી આપે તેવી માંગ
સુરત ના હીરા ઉદ્યોગકારો એ આ મામલે ડાયમંડ એસોસીએશન દ્વારા રજુઆત કરાઈ હતી કે પોલિશ હીરાની ઈમ્પોર્ટ ડ્યુટી 5 ટકા છે .સામે રફની 0.25 ટકા છે. જેથી સુરત ડાયમંડ એસોસિએશન સરકાર સામે 5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી 0.25 ટકા કરી આપે તેવી માંગ કરવામાં આવી છે.
તમે આ પણ વાંચી સકો છો :
Manoj Jarang fast: મનોજ જરાંગે 17 દિવસ પછી ઉપવાસ સમાપ્ત કર્યા, હોસ્પિટલમાં થયા દાખલ
તમે આ પણ વાંચી સકો છો :
Maharashtra: સુપ્રિયા સુલેએ અજિત પવાર અને સુનેત્રા પવાર પર કટાક્ષ કર્યો-INDIA NEWS GUJARAT