HomeGujaratPolice Car Without Number Plate : પોલીસની નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી...

Police Car Without Number Plate : પોલીસની નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી કાર, શૂટિંગ કરનાર મેહુલ બોઘરા અને પોલીસ કર્મચારી ઝપાઝપી – India News Gujarat

Date:

Police Car Without Number Plate : ઘટના બાદ બંનેની સામસામી ફરિયાદ નોંધાઈ. મેહુલ બોધરા હમેશા પોલીસને નિશાન બનાવતો હોવાની રાવ. પબ્લિકને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરી માહોલ ખરાબ કરવાની ફરિયાદ.

ઉગ્ર બોલાચાલી સહિત હાથાપાઈ ના દ્રશ્યો સર્જાયા

પોલીસ અને એડવોકેટ મેહુલ બોધરા વચ્ચે વધુ એક વાર હાથાપાઈ થવાની ઘટના બનવા પામી હતી. જેમાં મેહુલ બોધરા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સહિત હાથાપાઈ ના દ્રશ્યો સર્જાયા હતા સાથેજ મેલુ દ્વારા પબ્લિક ભેગી કરીને ઉશ્કેરવાનો પ્રયાસ થતો હોવાનું પણ સ્પસ્ટ પણે નજરે ચઢતું હતું.

તમાચો ઠોકી પથ્થર મારી દેતાં માથામાં ઈજા થઈ

સુરતના પર્વત પાટિયા બીઆરટીએસ પાસે એક બ્લેક ફિલ્મવાળી નંબર વગરની સ્વિફટ કાર પાર્ક કરેલી હતી. અને અંદર પોલીસકર્મી બેઠેલો હતો. આથી એડવોકેટ મેહુલ બોઘરા વીડિયો ઉતારી ચાલકને બહાર આવવા કહી રહ્યા હતા. જેને લઈ પોલીસકર્મી વાલજી હડિયાએ બહાર આવી શૂંટિગ ન કરવા કહ્યું હતું. છતાં મેહુલે શૂટિંગ ચાલુ રાખતા વાલજીએ મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી વાલજીએ મેહુલને તમાચો ઠોકી પથ્થર મારી દેતાં માથામાં ઈજા થઈ હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહુલ બોઘરાએ પોલીસ ચોકીની બાજુમાં જ બીઆરટીએસ રૂટમાં ગેરકાયદે ઉભેલી નંબર પ્લેટ વગરની કાળા કાચ સાથેની કારનું શૂટિંગ કર્યું હતું. જેમાં પોલીસ લખેલી પ્લેટ પણ હતી. મેહુલ બોઘરાએ શૂટિંગ શરૂ કરતાં પોલીસ કર્મી ઉશ્કેરાયો હતો. વાલજી નામના પોલીસ કર્મચારી સાથે હાથા પાઈ પણ થઈ હતી. લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. મેહુલ બોઘરાએ નિયમો તોડનાર કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહીની માગ કરતાં તે વધુ ઉશ્કેરાયો હતો.

Police Car Without Number Plate : પબ્લિકને લાઈવ વિડોયો દ્વારા સમર્થન આપવા જણાવાયું

આ ઘટના બાદમાં હોબાળો વધી જતાં બંને ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં મેહુલના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. શરૂઆતમાં ફરિયાદ પોલીસે લીધી નહોતી. પરંતુ ત્યારબાદ બન્નેની ફરિયાદ લેવામાં આવી હતી. સામ સામી ફરિયાદ હાલ પુણા પોલીસ દ્વારા નોધવામાં આવી છે. જ્યારે હમેશા પોલીસને નિશાન બનાવતા મેહુલ દ્વારા પબ્લિકને લાઈવ વિડોયો દ્વારા સમર્થન આપવા જણાવાયું હતું. અને સ્થળ પર ભેગા થયેલા મોટી સંખ્યામાં ભીડને ઉશ્કેરવાનો પણ પ્રયાસ મેહુલ કરતો હોય એવું સ્પસ્ટ રીતે દેખાય આવ્યું.

તમે આ પણ વાંચી સકો છો :

GUJARAT: ભરૂચ લોકસભા સીટ AAP પાસે ગઈ ત્યારે મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું પોતાનું દર્દ, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું…

તમે આ પણ વાંચી સકો છો :

Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી

SHARE

Related stories

Latest stories