Newborn Found On Road: સુરત શહેરમાં નવજાત મળી આવવાના કિસ્સા યથાવત રહેવા પામ્યા છે. કતારગામમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. આ બાળકીને કીડીઓ કરડી રહી હોવાથી રડી રહી હતી. જેથી રાહદારીની નજર પડતા તેને 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હાલ આ બાળકીને એનઆઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.
Newborn Found On Road: બાળકીનો રડવાનો અવાજ આવ્યો ને રાહદારીનું ધ્યાન ગયું
કતારગામ બાળ આશ્રમ રોડ પર એક દિવસની નવજાત બાળકી મળી આવી હતી. કીડીઓ કરડવાથી બાળકીનો રડવાનો અવાજ આવતો હતો. જેથી વિજય નામના એક રાહદારીની નજર પડી હતી. રાહદારીએ તાત્કાલિક 108ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કોઈ નિષ્ઠુર માતાએ પોતાના પાપ છુપાવવા બાળકીને ત્યજી દીધી હોવાથી લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે. હાલ બાળકીને સિવિલ હોસ્પિટલના NICUમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. હાલ તો સુરત સિવિલ પોલીસ ચોકીમાં કતારગામ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ પણ બાળકીને ત્યજી દેનારને શોધી રહી છે.
કોઈ પણ પાપ ગુના વગર નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાએ લાવારિસ ત્યજી દેતા બાળકીને ભારે શારીરિક યતાના ભોગવવી પડી હતી. હાલ તબીબી તપાસમાં આ બાળકીનું વજન 1.8 કિલોગ્રામ છે. બાળકીના શરીર પર ઉજરડા અને કીડીઓ કરડી હોવાના નિશાન છે. બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેની હાલત સ્ટેબલ છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી