HomeSurat NewsHeart Wrenching Incident: કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના,મહિલાએ પોતાની 2 માસૂમ બાળકીની...

Heart Wrenching Incident: કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના,મહિલાએ પોતાની 2 માસૂમ બાળકીની હત્યા કરી – INDIA NEWS GUJARAT

Date:

Heart Wrenching Incident: સુરતના કામરેજ તાલુકામાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી, એક પરપ્રાંતીય મહિલાએ પોતાની માસૂમ ફૂલ જેવી 2 દીકરીઓને ઝેર પીવડાવી મારી નાખી અને બાદમાં પોતે પણ ગળે ફાંસી ખાઈ આત્મહત્યા કરી લીધી, મહિલાના પરિવારજનો દ્વારા દહેજ માટે ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા, પોલીસે સમગ્ર મામલે હાલ હત્યા અને આત્મહત્યા નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાળકીઓની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી

કામરેજ તાલુકાના હલદરૂ ગામે કળિયુગની ક્રૂર માતાએ પોતાનું ધાવણ લજવ્યું છે, હલદરૂના શુભમ રો હાઉસમાં રહેતી અનન્યા મિશ્રા એ ગઈકાલે પોતાના ઘરે સાંજના સમયે એકલી હતી દરમ્યાન પોતાની બે માસુમ દીકરીઓ વૈષ્ણવી મિશ્રા 2 વર્ષ 7 માસ અને વિધિ મિશ્રા 11 માસને કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી મોટને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ પંખા સાથે લટકી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જોકે પડોસમાં રહેતો ઈસમ ઇલેક્ટ્રીક મીટર પેટીની ચાવી લેવા ગયો ત્યારે ઘટનાની જાણ થતાં મહિલાના પતિ તેમજ પોલીસને જાણ કરી હતી.

કળિયુગની ક્રૂર માતાએ આ પગલું કેમ ભર્યું એ સૌથી મોટો સવાલ છે, માસૂમ બાળકીઓ ને મારી નાખતા પહેલા શુ મા ને એક ક્ષણ માટે પણ વિચારના આવ્યો હોય કે આ માસૂમનો શુ ગુનો કે વાંક છે ? મૃતક બાળકીઓના પિતા અને મહિલાના પતિનું માનીએ તો ઘરમાં શુભ પ્રસંગ હોવાને લઇ ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી, ગઈકાલે મૃતક મહિલાએ એ 500 રૂપિયા પોતાના પતિ પાસે માંગ્યા હતા પરંતુ પતિએ પૈસાની શુ જરૂર છે કહેતા માઠું લાગી આવતા મહિલાએ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Heart Wrenching Incident: પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી

ઘટનાની જાણ થતાં મુંબઇ ખાતે રહેતા મૃતક મહિલાના પરિવાર જનો પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા, મહિલાના પરિવારના સભ્યોનું માનીએ તો મૃતક મહિલાના સસરિયાઓ મહિલાને દહેજ માટે ખુબજ ત્રાશ આપતા હતા , અગાઉ પણ પોતાની જમીન વેચી મૃતક મહિલાના પતિને ચાર લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક મહિલાનો પતિ અવારનવાર મૃતક મહિલા સાથે મારપીટ કરતો અને પિયર મોકલી આપતો હતો, મૃતક મહિલાના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે પોલીસ નિષ્પક્ષ તપાશ કરે અને મૃતક મહિલાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કડકમાં કડક કાર્યવાહી કરે.

તમે આ પણ વાંચી સકો છો :

GUJARAT: ભરૂચ લોકસભા સીટ AAP પાસે ગઈ ત્યારે મુમતાઝ પટેલે વ્યક્ત કર્યું પોતાનું દર્દ, કહ્યું- હું ખૂબ જ દુઃખી છું…

તમે આ પણ વાંચી સકો છો :

Bharat Jodo Nyaya Yatra માં જોડાયા Akhilesh Yadav, થોડા દિવસ પહેલા જ થઈ હતી બેઠકની વહેંચણી

SHARE

Related stories

Latest stories