Fraud Website: સુરતમાં અજીબ રીતે ઓનલાઇન રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ફેસબુક ઉપર ડમી વેબસાઈટ શરૂ કરી 4 થી 5 હજારના રમકડા માત્ર 300થી 400 રૂપિયામાં આપવાની લાલચ આપી રૂપિયા પડાવી લેતા હતા. વેબસાઈટ પર જાહેરાત જોઈ લોકો ઓર્ડર કરાવતા બાદ રૂપિયા લઇ વેબસાઈટ બંધ કરી દેતા હતા.
ત્રિપુટીની એવી ધારણા નાની રકમમાં કોઈ ફરિયાદ નહીં કરે
સોસિયલ મીડિયા જેટલું ઉપયોગી છે એટલુંજ ક્યારે ઘાતક પણ પુરવાર થાય છે. એવોજ એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જેમાં આરોપી ત્રિપુટી દ્વારા ફેસબુક પર સસ્તામાં રમકડાં વહેચવાની જાહેરાત આપી જણાવતા હતા કે ચારથી પાંચ હજારના રમકડાં 300 થી 400 રૂપિયામાં મળશે. આવી જાહેરાત જોઈને લોકો લાલચમાં આવીને ઓડર કરી પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરતાં હતા. એવા 3500 જેટલા લોકોએ આવી જાહેરાતથી પ્રેરાઈને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા બાદમાં વેબસાઇડ બંધ કરી ડેટા હતા. આજ કેસમાં વરાછા પોલીસે ત્રણ આરોપીને ધરપકડ કરી છે. આ આરોપીની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઓછી રકમ લેવાથી લોકો પોલીસ ફરિયાદ કરવા જવાનું ટાળતા હોય છે. આમ કરીને નાની નાની રકમ ભેગી કરી 3500થી વધુ લોકો પાસેથી 13 લાખથી વધારે રકમ અત્યાર સુધીમાં પડાવી લીધી છે. ઉપરાંત આ ટોળકી દર બે દિવસે વેબસાઈટ બંધ કરી બદલી નાખતી હતી.
Fraud Website: ઓર્ડર કર્યા બાદ પેમેન્ટ લઈને વેબસાઈટ બંધ થઈ ગઈ
વરાછા મારુતિ ચોકના ઉમિયા કોમ્પલેક્ષમાં રહેતો અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં સાગર જોષીએ ફેસબુક ઉપર બાબોબેબી.ખિલૌના કિડ્સ નામની વેબસાઇટની જાહેરાત જોઈ હતી. માત્ર 389 રૂપિયામાં મોંઘી ટોય કાર મળતી જોઈ આ યુવકે ચોથી જાન્યુઆરીએ તેમાં ઓર્ડર પ્લેસ કરીને પેટીએમથી શ્યામએન્ટ નામની UPI IDમાં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું.
જોકે આ નાણાં ચૂકવવા છતાં પણ ઓર્ડર બુક બતાવતો ન હતો. જેને લઇ ચેક કરતાં આ વેબસાઇટ જ બંધ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ ભોગ બનાનારને મામલો શંકાસ્પદ લાગ્યો હતો. જેથી તાત્કાલિક યુવકે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી, ત્યારે વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આ પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતાં મોટું રેકેટ બહાર આવ્યું હતું. વરાછા પોલીસે ફરિયાદ લઈ તપાસ કરતા ઓનલાઈન વેબસાઈટ બનાવી છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે સરથાણા વિસ્તારમાં રહેતા નિખિલ હસમુખ સાવલિયા, અવનીક ભરત વઘાસિયા અને લક્ષંત ઉર્ફે ભૂરિયો પંકજ ડાવરાની ધરપકડ કરી હતી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: