HomeGujaratModel Tanya Suicide Case : મોડેલ તાન્યાસિંગના મોતનું કારણ હજુ પણ અકબંધ...

Model Tanya Suicide Case : મોડેલ તાન્યાસિંગના મોતનું કારણ હજુ પણ અકબંધ સવારે પિતાએ રૂમ ખોલતા પુત્રી લટકતી મળી – India News Gujarat

Date:

Model Tanya Suicide Case : તાન્યાનો ક્રિકેટર સાથે એક વર્ષથી કોઈ સંપર્ક નહોતો. સમગ્ર મામલે પોલીસે પરિજનો સાથે મિત્રોના નિવેદન લીધા.

કોઈ પણ પ્રકારના ડિપ્રેશનમાં હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી મોડેલ તાન્યા સિંગના આપઘાત પ્રકરણમાં પોલીસે તેના પરિજનોના લીધેલી નિવેદનમાં તેણીને કોઈ પણ પ્રકારના ડિપ્રેશનમાં હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. જેથી તાન્યાએ કયા કારણોસર આપઘાતનું આત્યાંતિક પગલું ભર્યું તેના માટે મોબાઈલ ફોનના આધારે તપાસ કેન્દ્રિત કરી છે. તાન્યાએ જે ફ્લેટમાં આપઘાત કર્યો હતો તે ખૂબ જ લક્ઝુરિયસ છે. સુખી-સંપન્ન પરિવાર હોવા છતાં ક્યાં કારણોસર તાન્યાએ આપઘાત કર્યો છે, તે હજુ પણ અકબંધ છે. મૂળ રાજસ્થાનના શિકરના વતની ભવાનીભાઈ રામેશ્વર સિંગ હાલ વેસુ વિસ્તારમાં આવેલી સ્ટાર ગેલેક્સી પાસે હેપ્પી એલિગન્સ નામની બિલ્ડિંગમાં પત્ની, એક દીકરો અને દીકરી તાન્યા સાથે રહે છે.

બીજી ચાવીથી રૂમ ખોલીને જોયું તો તાનિયાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી

ભવાનીભાઈ પાંડેસરા જીઆઈડીસી ખાતે કાપડ મિલમાં મેનેજમેન્ટનું કામ કરે છે. ભવાનીભાઈનો દીકરો કેનેડામાં અભ્યાસ કરે છે. 28 વર્ષીય દીકરી તાન્યા ફેશન ડિઝાઇનિંગ, મોડેલિંગ અને ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. ગત 18 ફેબ્રુઆરીને રવિવારની રાત્રે તાન્યા ઘરે લેટ આવી હતી. ત્યારબાદ જમીને રૂમમાં જતી રહી હતી. સોમવારે સવારે ભવાનીભાઈએ તાન્યાના રૂમની બેલ વગાડી હતી. પરંતુ તાન્યાએ રૂમ નહીં ખોલતાં ભવાનીભાઈએ બીજી ચાવીથી રૂમ ખોલીને જોયું તો તાનિયાએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી.

Model Tanya Suicide Case : પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો ના હતો

સમગ્ર મામલે અમારા સહયોગી અમિત રાજપૂત મૃતક મોડલ તાનિયાના ઘરે એમના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો ના હતો.. જોઈએ સમગ્ર મામલે અમારા સહયોગીની નો રિપોર્ટ.

તમે આ પણ વાચી શકો છો :

PM MODIએ વારાણસીમાં રાહુલ પર પ્રહારો કર્યા, કહ્યું- જે લોકો હોશ ગુમાવી ચૂક્યા છે તેઓ યુપીના બાળકોને ડ્રગ એડિક્ટ કહી રહ્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

Congressનો મોટો આરોપ ભાજપ સરકારે ડોનેશન લેવા માટે ED-CBIનો ઉપયોગ કર્યો…


SHARE

Related stories

Latest stories