Women Fighting Captured In CCTV : મહિલાઓએ માર મારી જયાંથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે મહિલાની ફરિયાદ અને CCTV ફૂટેજ આધારી તપાસ શરૂ કરી.
ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી
સુરતના કામરેજ તાલુકાના કઠોદરા ગામે પાડોશમાં રહેતી બે મહિલાઓએ એક મહિલાને જૂની અદાવતમાં ઢોર મારમારી ઘર મૂકી નીકળી જવાનું કહી હત્યાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે મહિલાઓ વચ્ચે થયેલ મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા હતા.
માર્કેટથી શાકભાજી લઈને પરત ઘરે આવી રહ્યા હતા
કહેવત છે પહેલો સગો પાડોશી પણ સુરત જિલ્લામાં આ કહેવત કઈ ઊંધી સાબિત થઈ છે. પાડોશીના કારણે એક મહિલાને હોસ્પિટલ ભેગુ થવાની નોબત આવી છે.કામરેજ તાલુકાના કઠોદરા ગામે આવેલ HRP રેસીડેન્સી બે સંતોનો અને રત્નકલાકાર પતિ સાથે રહેતા શારદાબેન ગજેરા જે માર્કેટથી શાકભાજી લઈને પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન પાડોશમાં રહેતા મંજુલાબેન અને દક્ષાબેન એ જૂની અદાવતને મહિલા સાથે ગાળાગાળી કરી લાકડીના ફટકા અને છુટ્ટા હાથ વડે મારામારી જમીન પર પાડી અહીંયા થી તું ઘર મૂકી ભાગી જજે નહિતર જીવતી નહિ મૂકીએની ધમકીઓ આપી હતી.સોસાયટીના રહીશો ભેગા થઈ મહિલાને છોડાવી ઇજાગ્રસ્ત શારદાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Women Fighting Captured In CCTV : IPC ની જુદીજુદી કલમ મુજબ ગુનો દાખલ કર્યો
ઇજાગ્રસ્ત મહિલા શારદા બેન દ્વારા સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસે પાડોશી મહિલાઓ દક્ષાબેન અને મંજુલાબેન વિરૂદ્ધ IPC ની જુદીજુદી કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે આગળની કાર્યવાહી હાથ હતી.
તમે આ પણ વાચી શકો છો :
Manipur: મણિપુર હાઈકોર્ટે 2023ના મેઈટીને એસટી યાદીમાં સામેલ કરવાના આદેશને રદ કર્યો
તમે આ પણ વાચી શકો છો :
Kharge Security: Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z Plus સુરક્ષા મળશે