Education Discussion With Parents : 1049 આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતાં બાળકો જોડાયા. બાળકોનું ભણતર સાથે ઘડતર અને જીવનનું ચણતર કરવા પ્રયાસ.
મોટી સંખ્યાના આંગણવાડી કેન્દ્રોમા અભ્યાસ કરતા બાળકો ઉપસ્થિત
તાપી જિલ્લાના વ્યારા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતીમાં આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત દ્વારા. ” શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત સભ્યો. અને જિલ્લાના મોટી સંખ્યાના આંગણવાડી કેન્દ્રોમા અભ્યાસ કરતા બાળકો. અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અભ્યાસ કેવી રીતે કરવી તે હેતુથી કાર્યક્રમમાં ઉપસ્થિત હતા મહાનુભાવો
તાપી જિલ્લાની 1049 આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતાં ભૂલકાઓ અને તેમના વાલીઓ માટે. સરકારની પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ ‘ શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓએ સાંસ્કૃતિ કલાકૃતિઓ સહિત વેશભૂષામાં ભાગ લઈ. વિવિધ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું બાળકોનું ભણતર સાથે ઘડતર અને જીવનનું ચણતરને સાકાર કરવા માટે. સરકારની નવી શિક્ષણ નીતિનો ભાગરૂપે ”શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વાલીઓને પોતાના બાળકનું ઘડતર કેવી રીતે કરી શકે. ઘરે તેમને અભ્યાસ કેવી રીતે કરવી તે હેતુથી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓ વચ્ચે સંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બારડોલી લોકસભા સાંસદ પ્રભુભાઈ વસાવા સહિત મહુવાના ધારાસભ્ય મોહન ઢોડીયા. વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા પંચાયતના સભ્યો સહિત જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
Education Discussion With Parents : સરકારની વિવિધ યોજના અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે પગલું
સમાજના દરેક તબક્કાના અને વર્ગના લોકોના ઉત્થાન માટે કાર્ય કરતી. સરકારની વિવિધ યોજના અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે પગલું આગળ વધારતા નાના ભૂલકાં માટે. પણ વિચારીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મહત્તમ લોકોએ લાભ લીધો હતો.
તમે આ પણ વાચી શકો છો :
Manipur: મણિપુર હાઈકોર્ટે 2023ના મેઈટીને એસટી યાદીમાં સામેલ કરવાના આદેશને રદ કર્યો
તમે આ પણ વાચી શકો છો :
Kharge Security: Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z Plus સુરક્ષા મળશે