Organic Farming: વાત કરીએ એક એવા યુવાનની જે ભણ્યો છૅ MBA પણ ખેતી પ્રત્યેની રૂચીએ તેને અલગ દિશામાં વાળી દીધો. આ યુવક ખેતીમાં બદલાવ અને જમીનને વધુ ફદરૂપ કેવી રીતે બનાવી શકાય અને ખેડૂતો પણ સજીવ ખેતી કરે એ દિશામાં શરૂઆત કરી અને વેસ્ટનો જથ્થો ભેગો કરવાનું શરૂ કર્યું જેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કંપોઝ ખાતર બનાવવાનું શરૂ કર્યું. જુઓ અમારો વિશેષ અહેવાલ.. MBA યુવકની કચરા માંથી કમાણીની કહાની.
સજીવ ખેતી તરફ ખેડૂતોને વાળવાની યુવકની પહેલ
આમતો ભારત કૃષિ પ્રધાન દેશ છૅ. અને આ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છૅ. યુવાનો ખેતી છોડી નોકરી કરવા શહેરો તરફ ભાગી રહ્યા છૅ ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના માછીસાદડા ગામનો યુવાન MBA કર્યા બાદ નોકરી છોડીને ખેતી તરફ વળ્યો છૅ. નરેન્દ્ર પટેલ નામનો ગામડાનો શિક્ષિત યુવાન MBA થયાં બાદ સારી નોકરી કરી હોત પરંતુ નરેન્દ્ર પટેલને ખેતી પ્રત્યે ભારે રુચિ જાગતા મનમાં વિચાર્યું કે સજીવ ખેતી કરીએ તોજ જમીનમાં જીવ આવે અને જમીનમાં જીવ આવે તો જ સારુ ઉત્પાદન મળે.
Organic Farming: 5 હજારથી વધુ એકર જમીનમાં સજીવ ખેતીની શરૂઆત
તો પહેલા જમીન કેવી રીતે સુધારી શકાય એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. કચરો, માટી જેવા વેસ્ટ પ્રદાર્થ ભેગા કર્યા અને તેમાં પ્રોસેસ કરી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કંપોઝ ખાતર બનાવ્યું. અને પોતે આ વર્મી કંપોઝ ખાતર પોતાની જમીનમાં નાખી સારુ એવું ઉત્પાદન મેળવ્યું અને ત્યારબાદ અન્ય ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળ્યા અને આજે 5 હજાર ખેડૂતો યુવક દ્વારા બનાવાયેલ વેસ્ટ માંથી બેસ્ટ કંપોઝ ખાતર નાખવાનું શરૂ કર્યું અને તેના પરિણામ દેખાતા ખેડૂતો પણ યુવકની પહેલને વખાણી રહ્યા છૅ.
નરેન્દ્ર પટેલે લીધેલા શિક્ષણનો સદઉપયોગ કર્યો. ખેતીવાડીમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુના સિદ્ધાંત સાથે તેમણે 17 હજારના રોકાણથી વર્મી કંપોઝ ખાતર બનાવવાનું શરૂ કર્યું. જેના એજ વિસ્તારના યુવાનો અને મહિલાને રોજગાર મળે એવી ભાવનાથી તેમના ધંધામાં બધાને જોડ્યા. 600 જેટલાં લોકોને વર્મી કંપોઝ ખાતર કેવી રીતે બને અને કેવી રીતે ઉપયોગ થાય તેની સમજણ આપી. પોતાની જમીનમાં રાસાયણિક ખાતરની જગ્યાએ વર્મી કંપોઝ ખાતરનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવી સારો પાક ખેડૂતો લઇ રહ્યા છૅ. સજીવ ખેતીથી અનેક ફાયદા જોવા મળ્યા. જમીનનો સુધારો, ઓછો ખર્ચ વધુ ફાયદો, સ્થાનિકોને રોજગાર, ખેડૂતોને નિરાંત અને ઓછી મહેનતે વધુ ફાયદા જોવા મળ્યા.
5 હજાર ખેડૂતો વર્મી કંપોઝ ખાતરનો ઉપયોગ કરતા થયાં
મહુવા તાલુકામાં 5 હજાર ખેડૂતો વર્મી કંપોઝ ખાતરનો ઉપયોગ કરતા થયાં છૅ. 5 હજારથી વધુ એકર જમીનમાં સજીવ ખેતીની શરૂઆત થઇ છૅ. જમીનો રસાયણમુક્ત થઇ રહી છૅ. આજના સમયમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, અન્ય ખેતીના ખર્ચા વધ્યા છૅ. અને ઉત્પાદન ઘટ્યું અને પોષણક્ષમ ભાવ નથી મળતા એના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છૅ ત્યારે મહુવાના માછીસાદડા ગામના શિક્ષિત યુવકે ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળી અનેક ફાયદા બતાવ્યા છૅ અને ખેડૂતો પણ હવે સજીવ ખેતી તરફ વળી રહ્યા છૅ.
સામાન્ય રીતે ગામડાના લોકોનો વ્યવસાય ખેતી અને પશુ પાલન હોય છૅ એટલે સ્વાભાવિક પશુપાલનના ધંધાના કારણે સેંકડો ટન છાણ સરળતાથી મળી જાય છૅ. જેનાથી વર્મી કંપોઝ ખાતર બનાવી કોઈ પણ ખેડૂત પોતાની જમીનને ફદરૂપ બનાવી શકે છૅ માત્ર આયોજન અને ખેતી માટે સમય આપવાની જરૂર છૅ. ખેતી થી ભાગવા કરતા ખેતીમાં નવા નવા સંશોધન કરવાની જરૂર છૅ. ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન કેવી રીતે મળે એ દિશામાં આગળ વધવું જોઈએ.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: