Ram Fest Surat: અયોધ્યામાં ભગવાન રામની નિજ મંદિરમાં થયેલી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સુરતની સાથે દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ દરમિયાન અયોધ્યાથી આવેલા પ્રસાદને લાડુમાં મિશ્રિત કરીને લાડુની સૌથી લાંબી લાઈન રચી ગિનીઝ બૂક ઓફ રેકોર્ડ સ્થાપવામાં આવશે. આ પ્રસાદ સુરતીઓને નિઃશૂલ્ક રીતે વિતરીત કરવામાં આવશે.
2જી માર્ચના રોજ રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવશે
આગામી 1 અને 2 માર્ચના રોજ ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા પિયુષભાઈ, પૂજાબેન અને સુરેશભાઈ ગોંડલિયાએ કહ્યું કે, 1 માર્ચના રોજ રામ ઉત્સવ અંતર્ગત વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવવામાં આવશે અને ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે. 2જી માર્ચના રોજ રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવશે. સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ઉજવણી દરમિયાન શ્રીરામ ભગવાન પર આધારિત ગીત, નૃત્ય રજુ કરવામાં આવશે, સાથે જ રામધૂન અને હનુમાન ચાલીસા પાઠ કરાશે. આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે. આ તમામને અયોધ્યા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય સુરતના લોકોને સુરત ખાતે જ અયોધ્યા ધામનો પ્રસાદ ઉપલબ્ધ કરાવવાનો હોવાનું વધુમાં જણાવાયું હતું.
Ram Fest Surat: વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવાશે
યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવવામાં આવશે. ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે. જેમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ગાઇડલાઈન મુજબ 3000થી વધુ લાડુ તૈયાર કરી લાંબી લાઈન તૈયાર કરાશે. અને ત્યારબાદ આ લાડુને પ્રસાદ તરીકે લોકોને વિતરણ કરવામાં આવશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Vidya Balanના નામનો ઉપયોગ કરીને આ રીતે કરવામાં આવ્યું કૌભાંડ, આખો મામલો જાણીને તમે ચોંકી જશો.