HomeElection 24Ramdas Athawale: વિપક્ષ પર RPIના અધ્યક્ષ રામદાસ અઠાવલેના પ્રહાર, UPમાં અમારો 80માંથી...

Ramdas Athawale: વિપક્ષ પર RPIના અધ્યક્ષ રામદાસ અઠાવલેના પ્રહાર, UPમાં અમારો 80માંથી 80 સીટ જીતવાનો પ્લાન – INDIA NEWS GUJARAT

Date:

Ramdas Athawale: રિપબ્લિક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે આજે સુરતની મુલાકાતે આવ્યા છે. તેમણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેટલીક મહત્ત્વની વાતો કરી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. મોદી સરકારના નિર્ણયને કારણે તેમની લોકપ્રિયતામાં પણ વધારો થયો છે. લોકસભામાં હારવાના ડરથી સોનિયા ગાંધી રાજ્યસભા લડે છે. INDIA ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું જ કામ કરે છે.

Ramdas Athawale: INDIA ગઠબંધનનું મોદીને ગાળો દેવાનું કામ કર્યું

સુરત ખાતે આવેલ રિપબ્લિક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ અઠાવલે આજે વિપક્ષ પર પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને લોકસભા જવાનો કોઈ ફાયદો થશે નહીં. ઉત્તરપ્રદેશમાં 80માંથી 80 લોકસભાની બેઠક જીતવાનો અમારો પ્લાન છે.

2024માં જે માહોલ છે એ અમારા માટે બહુ જ સારો છે. સોનિયા ગાંધીની ઉંમર પણ થઈ ગઈ છે. કદાચ તેમને લોકસભામાં હારવાનો ડર લાગતો હોય એવું બની શકે, એટલે તેમણે રાજસ્થાનથી રાજ્યસભાની ચૂંટણી લડવા નક્કી કર્યું છે. તેમનું અમે સ્વાગત કરીએ છીએ. પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તો તેમને પણ જીતવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. તેમણે આગળ કહ્યું હતું કે હાલ તો હવા મોદીજીની છે, INDIA ગઠબંધનની હવા ઓછી છે. આ ગઠબંધન નરેન્દ્ર મોદીને ગાળો દેવાનું કામ કરે છે. તમે જેટલી નરેન્દ્ર મોદીને ગાળો દેવી હોય એટલી દઈ દો, પરંતુ જનતા નરેન્દ્ર મોદીની સાથે છે. દેશ વિકાસ સાથે આગળ વધી રહ્યો છે. દેશમાં 51 કરોડથી વધુ જનધન ખાતાં ખૂલી ગયાં છે. 11 કરોડ લોકોને ગેસ-સિલિન્ડર મળી રહ્યાં છે.

મોદીએ બધી જાતિને સાથે રાખી ગુજરાતનો વિકાસ કર્યો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોલસાકૌભાંડ, કોમનવેલ્થકૌભાંડ આ બધું કોંગ્રેસના સમયે થયાં હતાં. નરેન્દ્ર મોદીએ જવાબદાર મુખ્યમંત્રીના નાતે તેમણે ગુજરાતનો વિકાસ કર્યો હતો. તેમણે એક સ્કીમ બનાવી હતી કે ગામડામાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો અડધા કલાકમાં ત્યાં એમ્બ્યુન્સ પહોંચી રહી છે. બધી જાતિને સાથે રાખીને તેમણે ગુજરાતમાં વિકાસ કર્યો છે. 2024માં અમને મોકો મળશે તો દેશની ઇકોનોમી ત્રણ નંબર પર જશે, બીજાં પાંચ વર્ષ મોકો મળશે તો બે નંબર પણ અને વધુ પાંચ વર્ષ મોકો મળશે તો એક નંબર પર ભારત હશે.

તમે આ પણ વાંચી શકો છો:

T20 World Cup 2024: રોહિત શર્માને લઈને સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કેપ્ટનશિપને લઈને કહી મોટી વાત

તમે આ પણ વાંચી શકો છો:

Vidya Balanના નામનો ઉપયોગ કરીને આ રીતે કરવામાં આવ્યું કૌભાંડ, આખો મામલો જાણીને તમે ચોંકી જશો.

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories