Tanya Singh: સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયા સિંગ નામની યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે મૃતક યુવતીના ફોનમાંથી IPL ખેલાડી અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઇને પોલીસ દ્વારા IPL ખેલાડીને પૂછપરછ માટે સુરત બોલાવવામાં આવી શકે છે.
પિતા મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે
મૂળ રાજસ્થાનની વતની અને હાલ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એલિગન્સ રેસિડેન્સીમાં રહેતી 28 વર્ષીય તાનિયા ભવાનીસિંગના આપઘાતની તપાસમાં નવો ઘટસ્ફોટ થયો છે. તાનિયા સુરતમાં પરિવાર સાથે રહેતી હતી. તાનિયાના પિતા મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તાનિયા મોડેલિંગ ક્ષેત્રમાં મોડલ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. રવિવારની રાત્રે તાનિયા ઘરે મોડી આવી હતી. દરમિયાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ બનાવ અંગે પરિવાર દ્વારા વેસુ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
![](https://gujarat.indianews.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-21-at-12.07.44-PM-1024x986.jpeg)
Tanya Singh: મોડેલના મોબાઈલની ઝીણવટભરી તપાસ હાથ ધરી
પોલીસની તપાસમાં યુવતીના મોબાઈલના સીડીઆર અને આઇપીડીઆરની પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે. જેમાં અનેક લોકો સાથે અને મોટા વ્યક્તિ સાથે તે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. જે તમામને પોલીસ પૂછપરછ માટે બોલાવવાની તૈયારી કરી રહી છે. મૃતક તાનિયાનો ફોન ચેક કરતા રણજી પ્લેયર અને આઇપીએલ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર અભિષેક શર્મા સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, યુવતીનો મોબાઈલ તપાસ કરતા જેટલા પણ શંકાસ્પદ સંપર્ક મળ્યા છે તેમને પૂછપરછ કરવા બોલાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુવતી IPLના ખેલાડી સાથે સંપર્કમાં સીધી રીતે છે કે, નહીં તે તપાસ કર્યા બાદ જ માલુમ પડશે. તેના ફોનમાંથી વન સાઈડ અભિષેક શર્માને મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઇ આ અંગે આ IPL ખેલાડીને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને પૂછપરછ માટે બોલાવવા કે કેમ તે આગામી દિવસોમાં તપાસ કર્યા બાદ નક્કી કરવામાં આવશે.
IPL ખેલાડીને પૂછપરછ માટે પોલીસ બોલાવી શકે
તાનિયા આપઘાત કેસમાં મળતી માહિતી મુજબ તાનિયા એક IPL ટીમના ક્રિકેટર અભિષેક શર્મા સાથે પ્રેમમાં હતી. એક વર્ષ પહેલાં તેમના વચ્ચે બ્રેકઅપ થયું હોવાનું હાલ જાણવા મળ્યું છે. જોકે, તાનિયા તેમ છતાં અભિષેક શર્માને સતત મેસેજ કર્યા કરતી હતી. પરંતુ સામેથી કોઈ જ મેસેજનો જવાબ આવતો ન હતો. એટલું જ નહીં યુવતીના મોબાઈલમાંથી પોલીસને કેટલાક IPL ક્રિકેટર સાથેના ચોંકાવનારા ફોટો મળી આવ્યા છે. દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તાનિયા IPL ક્રિકેટરના ખૂબ જ નજીકના સંબંધમાં હતી અને પ્રેમમાં પણ હતી.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.