Theft Caught On CCTV: સુરતમાં નજર ચૂકવીને ચોરી કરવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉધનામાં ચીકુવાડી ખાતે આવેલી જ્વેલર્સની શોપમાં દુકાનદારની નજર ચૂકવીને ગ્રાહકના સ્વાંગમાં આવેલા દંપતીએ ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Theft Caught On CCTV: દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઈનની કરી ચોરી
ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભલક્ષ્મી જવેલર્સમાં દંપતીએ સોનાની ચેઇન સરકાવી લીધી હતી. દુકાનદારની નજર ચૂકવીને સોનાની ચેઇન ચોરી લીધી હતી. સોનું ખરીદવાના બ્હાને જવેલર્સ શોપમાં આવ્યા હતા. ત્યારબાદ નજર ચૂકવીને ચેન ગાયબ કરી લીધી હતી. આ મામલે દુકાનદાર દ્વારા પોલીસમાં ફરિયાદ પણ આપી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. દુકાનદાર કમલેશ રબારીએ કહ્યું કે, સાંજના સમયે કપલ આવ્યું હતું. તેમણે ગીફ્ટ આપવા માટે સોનાના ચેઈનની ખરીદી કરવાની વાત કરી હતી. બાદમાં મને વાતોમાં વ્યસ્ત રાખીને ક્યારે ચોરી કરી લીધી ખબર પડી નહોતી. આખરે સ્ટોક ચેક કરતાં ચોરી થયાની જાણ થતાં, સીસીટીવી ચેક કરતા, ચોરીની ઘટના સામે આવી હતી. હાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સીસીટીવીમાં દેખાતી મહિલા અને પુરુષ બંને જણા ખુબજ ચલાકીથી ચેન ચોરી કરતાં કેદ થયા છે જોકે જ્વેલર્સ સહિત અન્ય વ્યવસાય માં પણ આજ રીતે ગ્રાહક બનીને આવી ચોરી કરવાના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. ત્યારે પોલીસ હાલ CCTV ફૂટેજ આધારે તપાસ કરી બંટી બબલી દંપતીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.