Anurag Thakur: કેન્દ્રીય રમતગમત અને દૂરસંચાર મંત્રી અનુરાગ ઠાકુર રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી સરકારની વિવિધ યોજનાઓના લાભ એનાયત કરવામાં આવ્યા હતા.
સંઘપ્રદેશ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ઠાકુર
પ્રદેશના યુવાઓને સ્પોર્ટ્સ રમત ગમત પ્રત્યેની રુચિ વધે તે હેતુથી કેન્દ્રીય મંત્રીના હસ્તે યુવાઓને સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રદેશના યુવાઓની હાજરીમાં પ્રશાસક પ્રફુલ પટેલ અને અનુરાગ ઠાકુરે પણ વિરોધ પક્ષને આડેહાથ લીધો હતો. અને પ્રદેશના રાજકારણ પર પણ પ્રહાર કર્યા હતા. મહત્વપૂર્ણ છેકે વર્ષ 2024 ની લોકસભાની ચૂંટણી અગાઉ જ અત્યારથી જ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. રાજકીય પક્ષો વિવિધ મુદ્દે લોકો સુધી જઈ રહ્યા છે. જોકે ભાજપે એક ડગલું આગળ હોય તેમ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ સીધા જ લાભાર્થીઓને મળે, પ્રદેશના મહિલા યુવા કામદાર અને આદિવાસી સહિત મધ્યમ વર્ગીય પરિવારો પણ ભાજપ તરફથી આકર્ષાય તે માટેનો પણ સરકારની વિવિધ યોજનાઓના લાભ સીધા જ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે.
Anurag Thakur: સંદેશખાલીની ઘટનાને લઈ અનુરાગ ઠાકુરનું નિવેદન
આજે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશના પ્રશાસકના હસ્તે યુવાઓને સ્પોર્ટસ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ અનુરાગ ઠાકુરે આ પ્રસંગે મીડિયા સાથેની વાતમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિવાદ મુદ્દે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં પણ મહિલાઓ સાથે દુષ્કર્મ અને અત્યાચાર થઈ રહ્યા છે. સાથે જ પશ્ચિમ બંગાળમાં મીડિયાને પણ હકીકત બહાર લાવતા રોકવામાં આવી રહ્યું છે. આમ અનુરાગ ઠાકુરે પણ આ પ્રસંગે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમતો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે આગામી લોકસભા છૂટણીનું રણશિંગુ ફુંકી ને વિપક્ષ પર આકરા પહારો કર્યા હતા પરંતુ એમને જ્યારે પત્રકારો દ્વારા જ્યારે ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈ મંત્રીને સવાલ કરાતા કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.