HomeSurat NewsCase Of Love Trap: યુવકે પોતાના જ ગામમાં રહેતી પરણીતાને ભગાડી અને...

Case Of Love Trap: યુવકે પોતાના જ ગામમાં રહેતી પરણીતાને ભગાડી અને લગ્નની લાલચે યૌનશોષણ કરી પરિણીતાને માતા બનાવી દીધી – INDIA NEWS GUJARAT

Date:

Case Of Love Trap: યુપીમાં પતિથી અલગ રહેતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી યુવક સુરત ભગાડી આવ્યો હતો. અહીં ગોડાદરા ખાતે ભાડાના મકાનમાં રહી લગ્નની લાલચે યૌનશોષણ કરી પરિણીતાને માતા બનાવી દીધી હતી. દીકરીનો જન્મ થતા યેનકેન પ્રકારે વિરોધ કરી નરાધમ યુવકે દીકરીને સાત હજારમાં વેચી મારી, નાણાં લઇ, વતન યુપી પલાયન થઈ ગયો હતો. ચકચારી આ ઘટનામાં ગોડાદરા પોલીસમાં ગુનો દર્જ થયો છે.

લગ્ન કરવાની લાલચ આપી બે વર્ષ સુધી દુષ્કર્મ કર્યું

લિંબાયતમાં રહેતી ૨૮ વર્ષીય મહિલા મુળ યુપીની વતની છે. સંતાનમાં ૬ મહિનાની દીકરી છે. વર્ષ ૨૦૨૦માં તેણીના લગ્ન સમાજના રીતિરિવાજ મુજબ જ્ઞાતિના જ યુવક સાથે થયા હતા. જોકે, લગ્નના થોડાં સમય બાદ પતિના લગ્નેત્તર સંબંધો બહાર આવતા ઝઘડો કરી પિયર રહેવા ચાલી ગઇ હતી. દરમિયાન વર્ષ ૨૦૨૧માં મહિલાનો પરિચય ફેસબુક મારફતે યુપી-પ્રયાગરાજના દિપક મનોજ ત્રિપાઠી સાથે થયો હતો. મહિલાએ દિપકને પતિની કરતૂતો અંગે વાત કરી હતી. દિપકે સહાનૂભૂતિ કેળવી તેણીનો વિશ્વાસ જીત્યો હતો. અને એક વખત ઘરમાં એકલા હતા ત્યારે દિપકે ઘરમાં જઈ લગ્ન કરવાનો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. દિપક લલચાવી-ફોસલાવી મહિલાને ગત તા.૨૧-૮-૨૨ના રોજ સુરત લઈ આવ્યો હતો. તેઓ બંને ગોડાદરા વિસ્તારમાં ભાડેથી રહેવા લાગ્યા હતા અને મજૂરી કામ કરવા લાગ્યા હતા. દિપક લગ્નના નામે વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. મહિલાને ગર્ભ રહી ગયો છતાં દિપક તેણીની કોઈ દરકાર લેતો ન હતો.

Case Of Love Trap: બાળકીને જન્મ આપતા નરાધમ બાળકીને 7000માં વેચી દીધી

ગત તા.૧૧-૭-૨૩ના રોજ પીડિત મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. આ દીકરી મને પસંદ નથી, ગમતી નથી કહીં દિપક ઝઘડા કરતો હતો. દિપકે પાંડેસરાની કંપનીમાં નોકરી કરતા અને ભેસ્તાનમાં રહેતા મિત્ર જુનેદ શેખને દીકરી વેચવાનો કારસો રચ્યો હતો. તેને પત્નીને “હમ લડકી કા પાલન નહી કર શકતે હૈં તો જુનેદ કો બચ્ચી બેચ દેતે હૈ, વૈસે ભી ઉનકા કોઇ બચ્ચા નહિ હૈ ” એમ કહેતા મહિલાએ આ વાતનો વિરોધ કર્યો હતો. વારંવાર માથાકુટ બાદ દિપક પત્ની-દીકરીને છોડી મુંબઇ ચાલ્યો ગયો હતો. ઘર ચલાવવામાં મુશ્કેલી પડતા રૂમ માલિકના ફોનથી દિપક પરત ફર્યો હતો. ડિસેમ્બર માસમાં દિપકે ગોડાદરાનો રૂમ ખાલી કરી મહિલા અને દીકરીને સચિનમાં મિત્રના ઘરે લઇ ગયો હતો. દિપક કોઇ વકીલને ત્યાં લઇ જઇ છ મહિનાની દીકરી જુનેદને રૂપિયા ૭ હજારમાં વેચી દીધી હતી. નાણાં મળી ગયા બાદ દિપકે વતનમાં પોલીસ આવી છે એવું બહાનું કાઢી પલાયન થઇ ગયો હતો.

અચાનક ગાયબ થયેલા દિપકને મહિલાએ કોલ કરતા તેને ઓળખવાનો ધરાર ઇન્કાર કરી એલફેલ બોલી કોલ કટ્ટ કરી દીધો હતો. ત્યારબાદ મહિલાએ જુનેદને કોલ કરી પોલીસ કેસ કરવાની વાત કરતા તે ગભરાઇને બાળકી પરત આપી ગયો હતો. અને સમગ્ર મામલો ગોડાદરા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે બળાત્કાર, ચીટિંગની કલમો હેઠળ દિપક મનોજ ત્રિપાઠી અને જુનેદ શેખ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

તમે આ પણ વાંચી શકો છો:

Farmer Protest: ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાનો નિર્ણય-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

‘…સુપ્રીમ કોર્ટ કહે છે કે શ્રી કૃષ્ણએ ભ્રષ્ટાચાર કર્યો હતો’, PM MODIએ ચૂંટણી બોન્ડ પરના પ્રતિબંધ અંગે કટાક્ષ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories