Cow Trafficking Scam: વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર વિસ્તાર માંથી ગૌ તસ્કરો વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારમાં રાતે રખડતા ગૌવંશની તસ્કરી કરતા હોય છે. વાપીના ચલા વિસ્તારમાં 19 ફેબ્યુઆરીની વહેલી સવારે 2 કારમાં 5 તસ્કરોએ 2 ગૌ વંશની તસ્કરી કરી હોવાની ઘટના બની હતી. નજીકમાં આવેલી એક દુકાનના સંચાલકે CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં ગૌ તસ્કરીની ઘટના સામે આવી હતી.
પાંચ શખ્સો કારમાં 2 ગૌવંશને ઉઠાવી ગયા
વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના કેટલાક ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ તસ્કરો ગૌ વંશની તસ્કરી કરતા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પૂર્વ SP ડો.રાજદીપસિંહ ઝાલાના સમયકાળ દરમ્યાન ગૌ તસ્કરો ઉપર સંપૂર્ણ પણે કાબુ આવી ગયો હતો. વલસાડ SP ડો. રાજદીપસિંહ ઝાલાની બદલી થતા ગૌ તસ્કરો ફરી વલસાડ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર રખડતા ગૌ વંશની તસ્કરી કરવા આવી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. 19 ફેબ્યુઆરીની વહેલી સવારે વાપીના ચલા વિસ્તારમાં 2 કારમાં 5 અજાણ્યા ઈસમોએ રસ્તા ઉપર બેસેલા 2 ગૌ વંશને ટાર્ગેટ કરીને કારમાં ગૌ તસ્કરી કરીને ફરાર થઇ ગયા હતા.
Cow Trafficking Scam: ગૌ તસ્કરીનો સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ
ચલા વિસ્તારમાં આવેલી એક દુકાનના CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. સોમવારે સાંજે દુકાનદારે તેમની દુકાનના CCTV કેમેરા ચેક કરતા વહેલી સવારે 2 કારમાં આવેલા 5 અજાણ્યા ઈસમોએ દુકાન નજીક બેસેલી 2 ગૌ વંશની તસ્કરી કરી હોવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થયેલી જોઈને વેપારીએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસની ટીમ અને વાપી ગૌ રક્ષકના કાર્યકરોને બનાવની જાણ કરી હતી. સાથે વાપી સહિત જિલ્લામાં વધતી જતી ગૌ તસ્કરી અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ વધારવા અને ગૌ તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. સમગ્ર ઘટનામાં તસ્કરો રોડ પર બેસેલી ગૌ માતાને ઇન્જેક્શન આપી ને બેહોશ કરીને કારમાં ઉઠાવી જતાં સ્પસ્ટ રીતે જણાઈ આવે છે જેને લઈને ગૌ રક્ષકો અને પશુપાલકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાથેજ પશુ તસ્કરોને કાયદાનું ભાન કરાવવા માટે પ્રચંડ માંગ પણ ઉઠવા પામી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: