સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ ઉલ્લંઘન કેસમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને નવું સમન્સ જારી કર્યું છે. મોઇત્રાને સોમવારે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તૃણમૂલ સાંસદ ઇડી ઓફિસમાં હાજર થયા ન હતા.
એકાઉન્ટ વ્યવહારો તપાસી રહ્યું છે
સૂત્રોએ જણાવ્યું કે મહુઆ મોઇત્રાએ ED પાસે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો. હવે તેમને આગામી સપ્તાહ સુધીમાં દિલ્હીમાં કેન્દ્રીય એજન્સીની ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ED આ કેસમાં અન્ય કેટલાક વિદેશી રેમિટન્સ અને ફંડ ટ્રાન્સફર ઉપરાંત નોન-રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) એકાઉન્ટ સાથે સંકળાયેલા વ્યવહારોની તપાસ કરી રહી છે.