Exam On Ramayana: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે સમગ્ર દેશ રામમય બની ગયું છે ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ વિષય પર અનોખી પરીક્ષા સ્પર્ધા યોજાઈ ભગવાન શ્રી રામ અને રામાયણ વિશે આજકાલના યુવાધન જાગૃત થાય તે હેતુથી વલસાડ જિલ્લામાં આ પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં વલસાડ જિલ્લાના 8000 વિદ્યાર્થી ભાગ લીધો છે.
શ્રીરામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાં રામાયણ અને રામમય માહોલ સર્જાયો છે. ત્યારે વલસાડ જિલ્લામાં રામાયણ પર અનોખી પરીક્ષા યોજાઈ હતી. રામચરિત માનસ પરિવારના રામાનંદી પંથના કેવલ રામદાસ ત્યાગી મહારાજ દ્વારા યોજાયેલી આ પરીક્ષામાં વલસાડ જિલ્લાની વિવિધ વિસ્તારોના 8000 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ પરીક્ષામાં રામાયણના ભગવાન શ્રીરામના જન્મના બાલકાંડ વિશે પ્રશ્નાવલી કરવામાં આવી હતી. આ પરીક્ષામાં 70% માર્ક લાવનાર વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા નિશુલ્ક ચારધામની યાત્રા કરાવવામાં આવનાર છે.
Exam On Ramayana: 50 શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો
મહત્વપૂર્ણ છે કે દેશભરમાં અત્યારે રામાયણ અને રામમય માહોલ ચાલી રહ્યો છે. આથી બાળકોમાં બાળપણથી જ ધર્મ સંસ્કારોનું સિંચન થાય, ધર્મ પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને અને ભગવાન શ્રીરામના જીવનમાંથી બાળકોને પણ તેમના આદર્શો પર ચાલવા પ્રેરણા મળે તે હેતુથી સંસ્થા દ્વારા આ પરીક્ષા યોજાઈ હતી. પ્રથમ પ્રયાસમાં ગુજરાતમાં જ આ પ્રકારની પરીક્ષા યોજાઈ રહી છે. અને આગામી સમયમાં દેશભરમાં રામાયણ પણ આવી પરીક્ષાઓ યોજી. બાળકોમાં ધર્મને પ્રત્યેની ભાવના વધુ પ્રબળ બને તેવા પ્રયાસો કરવામાં આવશે.
રામ ચરિત્ર માનસ પરિવાર દ્વારા વલસાડ જિલ્લામાં પ્રથમ વખત રામાયણના બાળકાંડ ઉપર ધો 4થી 9ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષામાં વલસાડ જિલ્લાની 50 શાળાઓમાંથી 8000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: