PM Mitra Park: ITRA વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ નવસારીમાં ટેક્સટાઈલ પાર્કનું ભૂમિપૂજન કરશે. ‘પી.એમ.મિત્ર પાર્ક’ તરીકેની જાણીતા ટેક્સટાઈલ પાર્કથી ત્રણ લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ, પરોક્ષ રોજગાર પ્રાપ્ત થવાની સંભાવના છે. જોઈએ આ વિશેષ અહેવાલ.
PM Mitra Park: પીએમ મિત્ર પાર્કના ભૂમિપૂજનની તૈયારીઓ
મોદી સરકાર ટેક્સટાઈલ સેક્ટરમાં ભારતની પ્રગતિ માટે પ્રયાસો કરી રહી છે. આ મિશન હેઠળ કેન્દ્ર સરકારે ગયા વર્ષે માર્ચમાં સાત રાજ્યોમાં ટેક્સટાઈલ પાર્કની જાહેરાત કરી હતી. આ રાજ્યોમાં તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ પાર્ક 2027-28 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ સંદર્ભે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના નવસારીમાં પીએમ મિત્ર પાર્કનું ‘ભૂમિ પૂજન’ કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમારોહ બાદ વડાપ્રધાન એક મોટી જનસભાને પણ સંબોધિત કરશે. દેશ અને વિદેશમાં ટેક્ષટાઇલ ક્ષેત્રે આ પ્રોજેક્ટ સાકાર થયા બાદ અભૂતપૂર્વ વિકાશની તકો ઊભી થનાર હોય આવનારા સમયે ભારતની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે એવું કહેવાય રહ્યું છે.
પીએમ મિત્ર પાર્કથી ત્રણ લાખ લોકોને રોજગારી મળશે
તમામ ટેક્સટાઇલ પાર્કની સ્થાપનાથી લગભગ 20 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળવાની અપેક્ષા છે. આ સમગ્ર યોજનામાં અંદાજે રૂ 70 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ગુજરાતના નવસારીમાં આવેલ પીએમ મિત્ર પાર્ક લગભગ ત્રણ લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્ક 5 F હેઠળ ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપશે. જેનાથી ટેક્ષટાઇલ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાશે અને દેશભરમાં કપડાં ઉત્પાદનને કારણે ઉપભોક્તા સુધી સુંદર અને સસ્તા કપડાં ઉપલબ્ધ થઈ શકશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: