Help For Cancer Patients: માથાના વાળ એ સ્ત્રીની એક સુંદરતાની ઓળખ છે.વાળથી જ સ્ત્રીની સુંદરતા ખીલે છે.જે વાળની વધુ સુંદરતા વધારવા સ્ત્રીઓ અલગ અલગ ઉપાયો કરતી હોય છે.પરંતુ સુરતની એક દીકરીએ પોતાના વાળ કેન્સર પીડિત લોકોને ડોનેટ કર્યા છે. જે વાળમાંથી વિગ બનાવી કેન્સર પીડિત દર્દીઓને નજીવા દરે આપવામાં આવશે.
આજે વાત કરવી છે એક અનોખા બલિદાનની. કેન્સર પીડિત દર્દીઑ માટે ઘણા બધા લોકો દાન સહિત ઘણી બધી રતે મદદ કરતાં હોવાના કિસ્સા પ્રકાસમાં આવતા હોય છે પરંતુ સુરતની એક માત્ર 16 વર્ષની દીકરીએ પોતાના લાંબા અને સુંદર વાળનું દાન કરીને અનોખી મિસાલ કાયમ કરી છે. માતા- પિતાની પ્રેરણાથી સુરતની આ દીકરીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લઇ કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા એક પહેલ કરી છે. આ દીકરીએ પોતાના વાળ વધારવા માટે ઘણી મહેનત અને પ્રયાસ કર્યા હતા. જ્યાં અંતે કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા તેણીએ પોતાના વાળ ડોનેટ કરી સમાજને એક નવી દિશા બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
ધોરણ 11 માં ભણતી યુવતીની કેન્સર પીડિત દર્દીને મદદ
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી આ દીકરીનું નામ રુષા પટેલ છે. જેની ઉંમર હાલ 16 વર્ષની છે અને તેની ધોરણ 11 માં અભ્યાસ કરે છે. 16 વર્ષની ઉંમરે પણ દીકરીના વિચારો કંઈક અલગ છે. સમાજમાં કેન્સર પીડિત દર્દીઓને મદદરૂપ બનવા માટેની ખેવના આ દીકરીમાં જાગી છે. જે દીકરીએ પોતાના કિંમતી વાળ કેન્સર પીડિત દર્દીઓને ડોનેટ કર્યા છે. સુરતના અડાજણ એલપી સવાણી રોડ ખાતે રહેતા રજનીકાંત પટેલ પરિવારની દીકરી ઋષા પટેલનું કહેવું છે કે, તેણીએ ચાર વર્ષની ઉંમરથી જ પોતાના વાળ વધાર્યા છે. પરંતુ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના 3 ફીટ જેટલા વાળ ડોનેટ કર્યા છે.
Help For Cancer Patients: દોનેટ કરેલા વાળની વિંગ બનાવી કેન્સર પીડિત દર્દીને અપાશે
કેન્સર પીડિત દર્દીઓને કિમોથેરાપીની સારવારમાં હેર લોસનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં કેન્સર પીડિત આવા દર્દીઓ ખૂબ જ હતાશા અનુભવે છે. જેથી આવા દર્દીઓને મદદરૂપ બનવા પોતાના વાળ ડોનેટ કર્યા છે. વાળની વિગ બનાવી આવા દર્દીઓને નજીવા દરે પુરા પાડવામાં આવશે. જે વિગનો દર્દીઓ ઉપયોગ કરી પોતાના જીવનને વધુ ખૂશખુશાલ બનાવી સારી રીતે જીવન જીવી શકશે.સામાન્ય રીતે ઓરિજિનલ હેર વિગ ખરીદવી દરેક દર્દી માટે સરળ નથી, જેથી સુરતની એક સંસ્થાને આ વાળ ડોનેટ કરી વધુથી વધુ આવા દર્દીઓને મદદરૂપ કઈ રીતે બની શકાય તેવો વિચાર આવ્યો.
3 ફૂટ લાંબા વાળનું કર્યું દાન
ઋષા પટેલનું કહેવું છે કે, વાળ વધારવા માટે પણ ઘણો સમય લાગે છે અને તેની પાછળ ઘણી મહેનત પણ કરવી પડે છે. વાળની સાર- સંભાળ રાખવી પણ જરૂરી છે. તે જ કારણ છે કે હમણાં સુધી 4 ફીટ સુધીના વાળ વધારવા માટે ઘણો સમય લાગ્યો હતો. પરંતુ માતા-પિતાની પ્રેરણાથી કેન્સર પીડિત દર્દીઓને મદદ કરવાનો વિચાર આવ્યો અને પોતાના વાળ ડોનેટ કરવાનો નિર્ણય કર્યો. જે બદલ આજે ખુશીની લાગણી અનુભવી રહી છું. જે રીતે મેં જાતે કેન્સર પીડિત દર્દીઓ માટે વાળ ડોનેટ કર્યા છે, તેવી જ રીતે મારા મિત્રો પણ પોતાના વાળ ડોનેટ કરી આવા દર્દીઓને મદદરૂપ બને તેવું સમજાવવાનો પણ મારો પૂરતો પ્રયાસ રહેશે તેમ વધુમાં તેણીએ ઉમેર્યું હતું.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: