HomeSurat NewsStrikes And Rallies: ગુજરાતમાં રેલી સાથે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધ, નાના...

Strikes And Rallies: ગુજરાતમાં રેલી સાથે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધ, નાના ટ્રેડ યુનિયનો પણ વિરોધમાં જોડાયા – INDIA NEWS GUJARAT

Date:

Strikes And Rallies: પંજાબ અને હરિયાણાના ખેડૂત આંદોલનની અસર ગુજરાતમાં જોવા મળી છે. સંયુક્ત કિસાન મોરચા અને કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ રાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હડતાળ અને ગામડા બંધનું એલાન આપ્યું છે.

કામદાર યુનિયનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન યોજાયું

રાજધાનીમાં ચાલતા આંદોલનમાં હવે મોટી સંખ્યામાં વિવિધ યુનિયનના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કામદારોની ઉપસ્થિતિમાં રેલી યોજાઈ હતી. જે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ આવેદનપત્ર આપી માગણીઓને સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ઇનટુકના અધ્યક્ષ નૈષદ દેશાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશના ખેડૂતો અને કામદારો સરકારથી નારાજ છે.

ખેડૂતો રસ્તા પર છે ત્યારે દેશના કામદારો અને સંયુક્ત કેન્દ્રીય ટ્રેડ યુનિયનો સાથે સાથે આજે જે કઈ નાના ટ્રેડ યુનિયનો સાથે મળી જોડાયા છે અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપી રહ્યા છે. જેમાં તેઓની માગણીઓ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆતો કરાઇ છે. કામદારો સાથે લેબરના ચાર જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે તેમાં તેઓનું શોષણ થઈ રહ્યું છે. તેના વિરોધમાં આજે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે.

Strikes And Rallies: માંગ નહીં સંતોષાયતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા હાલમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે. જેના કારણે કામદારે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે. આ અંગે આઇટુકના પ્રમુખે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ટેડ યુનિયનોએ આજે ખેડૂતો સાથેના ભારત બંધના એલાનમાં સમર્થન આપ્યું છે. જેમાં 4 લોઅર કોર્ટ સરકાર કામદારો પર લાગુ કરવા માગે છે અને અન્ય કાયદાઓ રદ કરવા માગે છે તેના વિરોધમાં સાથે વર્ષોથી કામદારોની માંગણીઓ છે તેના માટે આજે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી રહ્યા છીએ. આગામી સમયમાં માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આજના ભારત બંધના સમર્થનમાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના આહવાન હેઠળ ઇન્ટુક, આઈટુક સહિતના વિવિધ સંગઠનો જોડાયા હતા. જેના દ્વારા વિરોધ કરી સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી રેલી બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપ્યું હતું.

SHARE

Related stories

Latest stories