HomeSurat NewsGas Leakage Incident: ગેસ લીકેજ થતા 48 વર્ષે સખ્સનું દાઝી જતા મોત,...

Gas Leakage Incident: ગેસ લીકેજ થતા 48 વર્ષે સખ્સનું દાઝી જતા મોત, મૃતકનું પરિવાર ઓડિશામાં – INDIA NEWS GUJARAT

Date:

Gas Leakage Incident: સુરત શહેરમાં અલગ અલગ રાજ્ય માંથી રોજગારી મેળવવા કેટલાક લોકો આવતા હોય છે. તેમ બે દિવસ પેહલા ઓડિશાનો એક વ્યક્તિ પોતાના પરીવારનું ગુજરાન ચલવવા સુરત ખાતે આવેલો, જેનું ગેસ લીકેજના કારણે આગ લાગતાં, આગની જપેટમાં આવી જતા કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

Gas Leakage Incident: બે દિવસ પહેલા જ ભગીરથ વતનથી સુરત કામ અર્થે આવ્યો

સુરત શહેરમાં અનેક રાજ્યો માંથી રોજગારી મેળવવા માટે લોકો આવતા હોય છે. તેમ ભગીરથ નામક ઇસમ પાંડેસરા ખાતે આવી રેહતો હતો. જ્યાં વહેલી સવારે કોઈક કામ અર્થે ગેસ ચાલુ કરતા ગેસમાં લીકેજ હોવાને કારણે આગ ભભુકી ઉઠી હતી જેમાં 48 વર્ષીય ઉમેશ પાલ સપડાય ગયો હતો. આગમાં સપડાયેલ ઉમેશ ગંભીર રીતે દાઝી ગયો હતો સમગ્ર મામલે આજુ બાજુમાં જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલ ઉમેશને સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમ્યાન ઉમેશ પાલનું મોત નીપજ્યું હતું. મોત નીપજનાર ઉમેશ પાલ મૂળ ઓડિશાનો રેહવશી છે જેની જાણ ઓડિશા ખાતે રહેતા પરિવારને કરવામાં આવી હતી. ઉમેશના મોતના સમાચાર મળતાજ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

નજીવી બેદરકારી અથવા ગેસ લીકેજ જેવી બાબતને નજર અંદાજ કરવાનું કેટલું ભયંકર પરિણામ આવી શકે છે એ આ કિસ્સા બાદ સામે આવી ગયું છે. ત્યારે સામાન્ય ગેસની ગંધ પણ જો આવતી હોય તો સાવધાની રાખીને ગેસના કનેક્સાન બંધ કરીને ઘરના બારીઓ અને દરવાજા ખોલી નાખી કોઈ પણ વસ્તુ સલગાવવી ના જોઈએ એ વાત નું તમાંલોકો ધ્યાન રાખે તો કદાચ આવી દુર્ઘટના ટાળી શકે છે.

તમે આ પણ વાંચી શકો છો:

Rakul-Jackky Wedding: 1 નહીં પરંતુ 5 ડિઝાઈનરો મળીને રકુલ-જેક્કીના વેડિંગ આઉટફિટ બનાવશે-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Benefits of Kinnow: કિન્નો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જાણો તેને ખાવાના 5 મોટા ફાયદા

SHARE

Related stories

Latest stories