HomeSurat NewsOld Pension Scheme: કર્મચારી મંડળો ફરી મેદાને, જૂની પેંશન યોજના સહિતની માંગ...

Old Pension Scheme: કર્મચારી મંડળો ફરી મેદાને, જૂની પેંશન યોજના સહિતની માંગ સાથે વિરોધ પ્રદર્શન – INDIA NEWS GUJARAT

Date:

Old Pension Scheme: રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળો દ્વારા ગાંધી ચીંધ્યાં માર્ગે અહિંસાત્મક રીતે કાળી પટ્ટી બાંધી પોતાના કાર્યમાં ઈમાનદારીથી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે ઓલપાડ તલાટી મંડળ દ્વારા ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીને કર્મચારી મંડળની જૂની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.

Old Pension Scheme: તલાટી મંડળે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું

વિવિધ સરકારી મંડળો દ્વારા પોતાની વર્ષો જૂની માંગણી સરકાર દ્વારા આપવામાં આવેલા આશ્વાસન બાદ પણ નહીં સંતોષાતા ગાંધી ચિંધ્યા માર્ગે ફરીથી આંદોલન ના મંડાણ કર્યા છે. અને ઓલપાડ તલાટી મંડળના મહિલા પ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારમાં આવી હતી કે રાજ્ય સરકાર ગુજરાત રાજ્યના કર્મચારી મંડળોની વરસો જૂની માંગ જેવીકે જૂની પેંશન યોજના સહીત અન્ય માંગો સરકાર સ્વીકારે નહીતો રાજ્યના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યાં છે. અને જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આવનાર સમયમાં કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવશે.

ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની મળેલી મીટીંગમાં તલાટી કમ મંત્રીઓએ પોતાની જૂની માંગને લઇ આવેદન પત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે બીજા દિવસે પણ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

તમે આ પણ વાંચી શકો છો:

Rakul-Jackky Wedding: 1 નહીં પરંતુ 5 ડિઝાઈનરો મળીને રકુલ-જેક્કીના વેડિંગ આઉટફિટ બનાવશે-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Benefits of Kinnow: કિન્નો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જાણો તેને ખાવાના 5 મોટા ફાયદા

SHARE

Related stories

Latest stories