Yatra For Kanaiyalal Maharaj: ભગવાન વિષ્ણુ નારાયણજીનાં અવતાર સ્વરૂપ ગણાતા કનૈયાલાલ મહારાજની ચરણ પાદુકા યાત્રા તાપી જિલ્લા વ્યારા ખાતે આવી પોંહચી હતી જેમાં નગરમાં વસવાટ કરતાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ભક્તિભાવ પૂર્વક ચરણ પાદુકા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Yatra For Kanaiyalal Maharaj: સુરતથી મહારાષ્ટ્ર સુધી યોજાશે પાદુકા યાત્રા
ભગવાન વિષ્ણુના અવતાર સ્વરૂપ ગણાતા કનૈયાલાલ મહારાજની ચરણ પાદુકા યાત્રા તાપી જિલ્લા ખાતે આવી પહોંચી હતી. આ યાત્રા સુરત થી નીકળી હતી જે ચોથા દિવસે વ્યારા નગરમાં ફરીને રોકડિયા હનુમાનજી મંદિર રાત્રિ રોકાણ કર્યું હતું અને વહેલી સવારે યાત્રાએ મહારાષ્ટ્ર તરફ પ્રસ્થાન કર્યું હતું કનૈયાલાલ મહારાજની આ પદયાત્રા છેલ્લા 20 વર્ષથી યોજાઈ રહી છે જે યાત્રા આ વર્ષથી ભગવાનના ચરણ પાદુકા સાથે યોજાઈ રહી છે આ યાત્રા માર્ગ પર જે ગામો આવે છે તે ગામોમાં વસવાટ કરતાં ભકતો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે યાત્રા 12 ફેબ્રુઆરી એ સુરત ખાતે નીકળી હતી જે હવે 20 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના શાક્રિ તાલુકાનાં ધાનેર આમલી ગામે ખાતે આવેલ છત્ર કનૈયાલાલજીનાં મંદિર ખાતે યાત્રાનું સમાપન થશે.
ધાર્મિક ભાવના સાથે નીકળેલી ચરણ પાદુકા યાત્રાનું ગામે ગામ સ્વાગત કરાઇ રહ્યું છે અને લોકો કનૈયાલાલ મહારાજના સ્મરણો સાથે પૂજન અર્ચન કરી રહ્યા છે અને પોતાને ધન્યતા અનુભવી રહ્યા છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Benefits of Kinnow: કિન્નો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જાણો તેને ખાવાના 5 મોટા ફાયદા