HomeElection 24Farmers Protest In Surat: ઓલપાડના દેલાડ ખાતે ખેડૂતો ચક્કાજામની કોસિસ, 20 થી...

Farmers Protest In Surat: ઓલપાડના દેલાડ ખાતે ખેડૂતો ચક્કાજામની કોસિસ, 20 થી વધુ ખેડૂત નેતાઓની કરાઈ અટકાયત – INDIA NEWS GUJARAT

Date:

Farmers Protest In Surat: ખેડૂત સમાજના દેશવ્યાપી બંધના એલાન બાદ સુરત જિલ્લાના ડેલાડ ગામ ખાતે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંગઠનો દ્વારા ચક્કાજામ કરવાનો પ્રયાસ કરાતા પોલીસ સમગ્ર વિરોધ પ્રદર્શન નિષ્ફળ બનાવ્યું છે અને ખેડૂત નેતાઓની અટકાયત કરી પોલીસ સ્ટેસન ખાતે લઈ જવાય છે.

કોંગ્રેસ પ્રેરિત આંદોલનમાં પોલીસે કરી અટકાયત

હાલ દેશની રાજધાની દિલ્હી મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર સુરત ખાતે પણ જોવા મળી હતી અને વહેતી ગંગામાં હાથ ધોવાની કોસિસ કરે રહેલા કોંગ્રેસના ખેડૂત નેતાઓ દ્વારા ઓલપાડ તાલુકાના ડેલાડ ગામ ખાતે ચક્કાજામ કરવાની યોજના બનાવી હતી વિવિધ ખેડૂત સંગઠન દ્વારા કોંગ્રેસના નેતાઓ સાથે ચક્કાજામ કરવાની કોસિસ કરે એ પહેલા પોલીસ આ કોસિસ ને નિષ્ફળ બનાવી દીધી હતી. અને 20 જેટલા ખેડૂત આગેવાનોની અટકાયત કરી લીધી હતી જેમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ રમેશ પટેલ, ખેડૂત નેતા દર્શન નાયક સહીત ખેડૂત નેતાની અટકાયત કરાઈ છે. આ તમામ ખેડૂત આગેવાનોને અટકાયત કરીને ઓલપાડ પોલીસ સ્ટેસન લઈ જવાયા છે અને ત્યાં તેઓ આગળ કોઈ વિરોધ પ્રદર્શન ના કરી શકે એમાટે ના પગલાં લેવામાં આવી રહ્યા છે.

Farmers Protest In Surat: ખેડૂત આગેવાનોની ઓલપાડ પોલીસે કરી અટકાયત

રાજધાની ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક વાત સ્પસ્ટ થઈ ગઈ છે કે આ આંદોલન રાજનીતિ પ્રેરિત છે અને વડાપ્રધાનને ગહેવાની અને સમગ્ર દેશમાં અરાજકતા ફેલાવાની કોસિસ થઈ રહી હોય એમ પૂર્વ તૈયારી સાથે અને હિંસક રીતે ખેડૂતો રાજધાનીને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે એજ રીતે ગુજરાતમાં પણ કોસિસ કરવામાં આવતા પોલીસ દ્વારા આ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રે આવનારી લોકસભા ની ચુંટણીમાં પોતાના માટે જગાય બનાવવા માટે હવાતિયાં મારી રહી હોય એમ અચાનક આ આંદોલન ઊભું કરીને સમગ્ર દેશમાં હિંસા ફેલાવાની કોસિસ કરતી હોવાની ગુપ્ત માહિત પણ પ્રાપ્ત થઈ રહી છે.

હવે જ્યારે સ્પસ્ટ થઈ ગયું છે કે રાજધાની ખાતે દિલ્હી ખાતે થઈ રહેલા ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ઉસકેરીને સરકાર સામે વિરોધ કરવા આંદોલન શરૂ કરવાનો પ્રયાસ થાય રહ્યો હોય અને સરકાર સાથેની વાટાઘાટ માં પણ ખોટી માંગણીઓ મનાવવા દબાણ ઊભું કરીને સામાન્ય જનતાને બાનમાં લેવાના પ્રયાસ બાદ હવે સરકાર આ આંદોલનકારી વિરુદ્ધ સખ્ત પગલાં ભરીને જલ્દીથી ઊભી થઈ રહેલી સમસ્યાનું નિવારણ લાવે એ જરૂરી થઈ પડ્યું છે.

તમે આ પણ વાંચી શકો છો:

Rakul-Jackky Wedding: 1 નહીં પરંતુ 5 ડિઝાઈનરો મળીને રકુલ-જેક્કીના વેડિંગ આઉટફિટ બનાવશે-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Benefits of Kinnow: કિન્નો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જાણો તેને ખાવાના 5 મોટા ફાયદા

SHARE

Related stories

Latest stories