HomeGujaratBharuch Garbage Dumping Crisis: ભરૂચ પાલિકાની ડમ્પીંગ સાઈટના પ્રશ્નનો ઉકેલવા માંગ, ખાતરી...

Bharuch Garbage Dumping Crisis: ભરૂચ પાલિકાની ડમ્પીંગ સાઈટના પ્રશ્નનો ઉકેલવા માંગ, ખાતરી પછી પણ ત્રણ મહિના બાદ પ્રશ્ન હલ ન થતા રોષ – INDIA NEWS GUJARAT

Date:

Bharuch Garbage Dumping Crisis: ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઈટ હંમેશા લોકચર્ચામાં રહી છે. ત્યારે હાલમાં થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામની સીમમાં બે ખેતરોમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેતા દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના વિરોધમાં આજુબાજુ ગામના સરપંચોએ પાલિકામાં ઉગ્ર રજૂઆતો કરવા માટે પહોંચ્યા હતા.

Bharuch Garbage Dumping Crisis: ત્રણ મહિના વીતી ગયા હોવા છતાંય કામગીરી નહિ કરાઈ

ભરૂચ નગરપાલિકાની થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામની સીમમાં બે ખેતરો રાખી ડમ્પીંગ સાઈટ ઉભી કરી ત્યાં શહેરનો કચરો ઠાલવવામાં આવે છે. પરંતુ આ ડમ્પિંગ સાઇટ મુદ્દે અનેક વખતે પાલિકા વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. અગાઉ ત્રણ મહિના પહેલા પણ આજુબાજુના ગ્રામજનોએ આ સાઇટનો વિરોધ નોધાવી કામગીરી બંધ કરાવી કચરાના સાધનો પાછા કાઢ્યા હતા. જેથી પાલિકાના મુખ્ય અધિકારી સહિતનો કાફલો સ્થળ પર પહોંચી સમય માંગી વહેલી તકે અન્ય જગ્યામાં તેની વ્યવસ્થા કરવા જણાવતા મામલો થાળે પડ્યો હતો.

આ વાતને ત્રણ મહિના ઉપરનો સમય વીતી ગયો હોય અને ત્યાં વધુ કચરાના ઢગલા વધતા થામ અને મનુબર ગામની વચ્ચે કંથારીયા ગામજનો તેની દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ભારે તકલીફોનો સામનો કરાવો પડી રહ્યો છે. જેથી થામ, મનુબર અને કંથારીયા ગામના સરપંચો સહિતના સામાજીક કાર્યકર અબ્દુલ કામઠી સાથે વિપક્ષના પ્રમુખ સમસાદઅલી સૈયદ અને આજુબાજુના સ્થાનિક અગ્રણીઓ પાલિકા કચેરી પહોંચી પ્રમુખ વિભૂતિ યાદવને ઉગ્ર રજૂઆતો કરી હતી. જોકે પ્રમુખે વધુ થોડો સમયમાં તમારી સમસ્યા હલ થઈ જવાનું કહેતા મામલો પુનઃ શાંત પડ્યો હતો.

શહેરની ગંદકી ભેગી કરીને કોઈ એક જગ્યાએ નાખવામાં આવતા આસપાસના વિસ્તારના લોકોનું જીવવું મુશ્કેલ થઈ જાય છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈક વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી કચરાનો નિકાલ કરવાનું આયોજન કરીને સમસ્યાનો હમેશને માટે નિકાલ લાવવાની કોસિસ કરવી જોઈએ એવું સૌકોઈ ઇચ્છી રહ્યા છે.

તમે આ પણ વાંચી શકો છો:

Rakul-Jackky Wedding: 1 નહીં પરંતુ 5 ડિઝાઈનરો મળીને રકુલ-જેક્કીના વેડિંગ આઉટફિટ બનાવશે-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Benefits of Kinnow: કિન્નો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે, જાણો તેને ખાવાના 5 મોટા ફાયદા

SHARE

Related stories

Latest stories