Surat Suicide Case : ત્રણ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર મહિલાની આત્મહત્યા. દોઢ વર્ષ પહેલા સુનિલ સાથે આંખ મળી આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
ભાગીને પ્રેમલગ્ન કરનાર દીકરીથી માતા-પિતા નારાજ
સુરતમાં ત્રણ મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર 24 વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઈનના દિવસે જ ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવતા અરેરાટી મચી ગઈ છે. ત્રણ મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન કરનાર દીકરીથી માતા-પિતા નારાજ હતા. જેના કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે.
દરવાજો ખખડાવવા છતાં વિજાંતીએ ખોલ્યો નહોતો
મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો. સુનિલ L&T કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે. વતનમાં જ રહેતી 24 વર્ષીય વિજાંતીકુમારી સાથે તેને દોઢ વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી. ત્રણ મહિના પહેલા વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમલગ્ન કરીને સુરત આવી ગયા હતા. વિજાંતીના માતા-પિતા સહિતનો પરિવાર આ પ્રેમલગ્નથી નારાજ હતો. આથી ગઈકાલે વેલેન્ટાઈનના દિવસે જ સવારે સુનિલ નોકરી પર જતો રહ્યો હતો. અને વિજાંતી ઘરે એકલી હતી. સુનિલ સાંજે આઠ વાગ્યે પરત ફરતા ઘરનો દરવાજો ખખડાવવા છતાં વિજાંતીએ ખોલ્યો નહોતો. સુનિલને કંઈક અજુગતું થયું હોવાનો અણસાર આવતા. દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા વિજાંતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી. પત્નીને લટકતી જોઈને સુનિલ આઘાતમાં સરી પડ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વજાંતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Surat Suicide Case : માતા-પિતા નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ
ઈચ્છાપુર પોલીસે વિજાંતીના પતિ સુનિલનું નિવેદન નોંધવામાં આવ્યું છે. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો વિજાંતીના પ્રેમલગ્નના કારણે માતા-પિતા નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ સેવવામાં આવી રહી છે. જોકે, આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :
Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT