BJP Bharuch’s Workshop: ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.. સરકારી યોજનાના લાભલોકો સુધી કી રીતે પહોંચાડવા એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત
લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ ભરૂચમાં કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે લાભાર્થી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, લોકસભાના પ્રભારી અજય ચોક્સી, સંયોજક યોગેશ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કાર્યશાળાના દક્ષિણ ગુજરાતના સંયોજક કરશન ગોંડલીયા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યશાળામાં સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી લાભાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવી અને લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ કેવી રીતે અપાવવોએ અંગેની માહિતી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભાના કલસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભાજપને કાર્ય પદ્ધતિ અંગે માહિતી આપી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોક સુખાકારીના કામો કરવામાં આવે છે તે સહિતની માહિતી ઉપસ્થિત આગેવાનો તેમજ કાર્યકરોને આપી હતી.
BJP Bharuch’s Workshop: લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભ મળે તે હેતુ આયોજન
આ અંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના લાભ મળે તે હેતુથી પ્રદેશ ભાજપ દ્વારા આ પ્રકારની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણીમાં મત લેવા માટે નથી જતી પરંતુ લોકોની સેવા કરવા માટે હર હંમેશ તત્પર રહે છે.
તમે આ પણ વાંચી શકો છો:
Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT
તમે આ પણ વાંચી શકો છો:
Chickpeas Benefits: શેકેલા ચણાના દરેક દાણા છે ફાયદાકારક જાણો કઈ રીતે-INDIA NEWS GUJARAT